Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ભારતની ફરીયાદથી પાક.ના વિદેશ મંત્રલયના પ્રવકતાનું ટિવટર એકાઉન્ટ સસ્પેન્ડ

માઇક્રો બ્લોગિંગ સાઇટ ટિવરે ભારતની ફરીયાદ બાદ લીધેલું પગલું

નવી દિલ્હી, તા. ૨૦: પુલવામામાં આતંકવાદી હુમલા બાદ ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને ખુલ્લુ પાડવાના અભિયાનમાં પુરવા સાથે પાકિસ્તાન આતંકવાદીઓને પોષી રહ્યુ હોવાની માહિતી વિશ્વના અન્ય દેશોને આપી રહ્યુ છે ત્યારે ભારતની આવી ફરિયાદોને ધ્યાનમાં લઈ માઈક્રો બ્લોગિંગ સાઈટ ટિવટરે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતાનુ અંગત ટિવટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધુ છે.

ગઈકાલે મોડીરાતે માઈક્રો બ્લોગિંગ સાઈટ ટિવટરે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ડો.મહંમદ ફૈઝલનુ અંગત ટિવટર હેન્ડલ સસ્પેન્ડ કરી દીધુ છે. મીડિયામા આવેલા અહેવાલ અનુસાર પાકિસ્તાનના વિદેશ વિભાગ(એફઓ)ના પ્રવકતા ડો.મહંમદ ફૈઝલના અંગત ટિવટર હેન્ડલ ૅભારત સરકાર તરફથી કરવામા આવેલી ફરિયાદ બાદ સસ્પેન્ડ કરી દેવામા આવ્યુ છે. જોકે ટિવટર તરફથી કરવામા આવેલી આવી કાર્યવાહી અંગે કોઈ સતાવાર નિવેદન બહાર આવ્યુ નથી. એવુ કહેવામા આવી રહ્યુ છે કે ડો. ફૈઝલ તેમના ટિવટર હેન્ડલથી કુલભૂષણ જાધવ કેસની સતત માહિતી લીક કરી રહ્યા હતા આ કેસ હાલ હેગમાં આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (આઈસીજે)માં ચાલી રહ્યો છે.ત્યારે આ કેસ અંગે ડો ફેજલ પર એવા આરોપ થઈ રહયા છે કે તેઓ કાશ્મીર અંગે સતત ટીકા કરી રહ્યા છે. 

આ અગાઉ ગઈકાલે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં ભારત પર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે કુલભૂષણ જાધવ પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃતિમાં સામેલ હતા. પાકિસ્તાનના અટોર્ની જનરલ મંસૂર ખાને જણાવ્યુ હતુ કે આઝાદી બાદથી જ ભારત પાકિસ્તાનને બરબાદ કરવાની નીતી અપનાવી રહ્યુ છે. અને તેને લગતી કેટલીક બાબતો છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિવિધ રીતે જોવા મળી છે. ખાને એવો પણ આક્ષેપ કર્યો હતો કે જાધવ ભારતીય ગુપ્તચર એજન્સી રોના અધિકારી છે. અને રોએ તેમને બલૂચિસ્તાન પર હુમલો કરાવવા માટે મોકલ્યા હતા. તેમણે વધુમા જણાવ્યુ હતુ કે જાધવનું નામ એફઆઈઆરમાં તેમની પ્રવૃતિ માટે તેમની ન્યાયિક સ્વીકૃતિ પહેલાથી જ છે.આ અગાઉ ભારતીય વકીલ હરિશ સાલ્વેએ પાકિસ્તાન પર નિશાન સાધતા જણાવ્યુ હતુ કે જાધવ કેસમાં કોઈ યોગ્ય પ્રક્રિયા અપનાવાઈ નથી તેથી તેમને મુકત કરવા જોઈએ. ભારતના પૂર્વ સોલીસીટર જનરલ સાલ્વેએ જણાવ્યુ કે તેમને આ રીતે રાખવા ગેરકાનૂની છે.(૯.૧૨)

(3:43 pm IST)