Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

નરેન્દ્ર મોદી મારા મોટાભાઇ જેવા છેઃ પ્રિન્સ ભારતનો સૌથી પરમ મિત્ર દેશ છે સાઉદી અરેબીયાઃ મોદી ભારત-અરબ વચ્ચેની મિત્રના અધારા ડીમવેનએમાં છે.

સાઉદી અરેબિયાના કાઉન પ્રિન્સનું ભવ્ય સ્વાગત

 નવીદિલ્હી, તા.૨૦:- પાકિસ્તાન બાદ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આજે બુધવારે ભારતના મહેમાન બન્યા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. સાઉદીના શાહ સલમાનના વલી અહદ મોહમ્મદનું રાષ્ટ્રપતિ ભવનમાં આજે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા એમબીએસે કહ્યું હતું કે, ભારત અને સાઉદી અરબ વચ્ચેની દોસ્તી અમારા ડીએનએમાં છે.

ભારતની મુલાકાતે પહેલીવાર આવેલા પ્રિન્સ એમબીએસનું પીએમ મોદીએ એરપોર્ટ ઉપર ગળે લગાવીને સ્વાગત કર્યું હતું. સાઉદી પ્રિન્સની આ યાત્રા ઉપર ભારતનો મુદ્દો આતંકવાદ અને પાકિસ્તાન સામે એકસન ઉપરનો રહેશે. એમબીએસની આ યાત્રા ભારત અને સાઉદી અરબ પોતાના રક્ષા સંબંધોને વધારે મજબૂત કરવાની દિશામાં પગલાં લઇ શકે છે.

સાઉદીના પ્રિન્સને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સાઉદીના પ્રિન્સે પ્રેસકોન્ફરન્સમાં મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત અને અરબ દેશો વચ્ચેની દોસ્તી અમારા ડીએનએમાં છે. આજે હું એ સુનિશ્વિત કરવા માંગુ છું કે અમારા સંબંધો વધારે મજબૂત બનશે. મને વિશ્વાસ છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે સાઉદી અરબ અને ભારત વચ્ચે સુવર્ણ અવસર નીકળશે.

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાન બે દિવસની ભારત મુલાકાતે આવ્યા છે. ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું પ્રોટોકોલ તોડતા ભારે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. સાઉદી પ્રિંસ પોતાના વિમાનમાંથી ઉતરતાવેંત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટી પડ્યાં હતાં.

આ દરમિયાન મોહમ્મદ બિન સલમાને ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે સંબંધ વધારેને વધારે મજબુત થાય તેવી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિના સહયોગથી બંને દેશો વધારે સારી રીતે કામ કરશે તેમ જણાવ્યું હતું.

રાષ્ટ્રપતિ ભવનમાં સાઉદી અરબના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાનનું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારીક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાં પ્રિંસને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ક્રાઉન પ્રિંસનું સ્વાગત કર્યું હતું.

આ પ્રકારના ઉમળકાભેર સ્વાગતથી ગદગદ થઈ સાઉદી અરબના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલામાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે પોતાની લાગણી વ્યકત કરી હતી. ક્રાઉન પ્રિંસે માધ્યમો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા મોટા ભાઈ જેવા છે. હું તેમનો નાનો ભાઈ છું.(૨૨.૨૦)

(3:22 pm IST)