Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

મહિલાઓને પણ પતિની માફક જીવવાનો અધિકારઃ કોર્ટ

પત્નીને ભરણ-પોષણ આપવાનું નકારનાર પતિને ફટકાર લગાવતા મુંબઈ હાઈકોર્ટે જણાવ્યું હતું કે એક પુરુષની ડ્યૂટી છે કે તે તેની પત્નીનું ધ્યાન રાખેઃ પત્નીનો અધિકાર છે કે તે તેની મરજી મુજબ પોતાનું જીવન જીવે

મુંબઈ, તા. ૨૦:- પત્નીને ભરણ-પોષણ આપવાનું નકારનાર પતિને ફટકાર લગાવતા મુંબઈ હાઈ કોર્ટે જણાવ્યું હતું કે એક પુરુષની ડ્યૂટી છે કે તે તેની પત્નીનું ધ્યાન રાખે. પત્નીનો અધિકાર છે કે તે તેની મરજી મુજબ પોતાનું જીવન જીવે. પતિ જે સુખ સુવિધામાં જીવી રહ્યો હોય તે પત્નીને પણ મળવી જોઇએ. પત્નીના ભરણપોષણ માટે મહિને ૧૦,૦૦૦ રૂપિયા આપવાના નીચલી અદાલતના આદેશને પડકારતી અરજીને રદ કરતા હાઈ કોર્ટના ન્યાયાધીશ વી. એમ. દેશપાંડેએ આ ચુકાદો આપ્યો હતો. એક વ્યકિતએ પત્નીના ભરણપોષણ માટે ખર્ચ આપવાનું ઇનકાર કરીને આ અંગે હાઇ કોર્ટમાં અરજી કરી હતી. તેનો દાવો હતો કે તેની પત્ની હોમિયોપથી ડોકટર છે, તેથી ભરણપોષણના ખર્ચ માટે હકદાર નથી. જયારે પત્નીનું કહેવું હતું કે તેના પતિને મહિને પાંચ લાખ રૂપિયા પગાર મળે છે, તેથી તેને મહિને ઓછામાં ઓછા ૨૫,૦૦૦ રૂપિયા પતિ પાસેથી મળવા જોઇએ. જોકે, પતિએ પત્નીના આ દાવાને ખોટો ગણાવ્યો હતો.

દરમિયાન કોર્ટે પતિની અરજીને રદ કરતા જણાવ્યું હતું કે માત્ર એ આધાર પર કે પત્ની હોમિયોપથીની પ્રેકિટસ કરે છે, તે પતિ પાસેથી ભરણપોષણનો ખર્ચ મેળવવા માટે અપાત્ર નથી થઇ જતી. તેને પણ પતિની જેમ સારું જીવન જીવવાનો અધિકાર છે.(૨૨.૪)

(11:48 am IST)