Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

દિલ્હી-એનસીઆરમાં વરસાદઃ ઉત્તરના રાજયોમાં શુક્રવાર સુધી ભારે વરસાદ-બરફ વર્ષા-કરા પડવાની શકયતા

વેસ્ટર્ન ડિસ્ટબેન્સના કારણે અપર લેવલ સિસ્ટમ સર્જાઇઃ ફેબ્રુઆરીમાં છઠ્ઠીવાર પશ્ચિમી વિક્ષોભ ઉભો થયોઃ જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, યુપી અને પંજાબમાં કાલ સુધી હવામાન ખુબજ ખરાબ રહેવાની હવામાન ખાતાની ચેતવણી

નવી દિલ્હીઃ તા.૨૦: રાજધાની દિલ્હી-એનસીઆરમાં ગત રાતથી જોરદાર વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાય ગયા છે. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે દિલ્હી અને યુપીના કેટલાય રસ્તાઓ ઉપર ટ્રાફીક જામ થઇ ગયેલ.

રાત્રે લગભગ ૩ વાગ્યાથી દિલ્હી-એનસીઆર સહિત કેટલાય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. યુપીના હાપુડમાં કયાંક જોરદાર તો કયાંક હળવો વરસાદ પડયો હતો.

હાઇવે ઉપર પિલખુવાથી લઇને મસુરી સુધીનો જામ થયો છે. વાહનોની લાંબી કતારો લાગી ગઇ છે. લોકોને પોતાના વ્યવસાયના સ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ ફેબ્રુઆરી મહિનામાં સતત છઠ્ઠીવાર વેસ્ટર્ન ડિસ્ટબન્સ ઉભુ થયુ છે. જેના કારણે આવતા ૭૨ કલાકમાં ચક્રાવાતની અસર ઉતર-પશ્ચિમી ભારતમાં જોવા મળશે. જોરદાર પવન સાથે બરફવર્ષા, કડાકા-ભડાકા,ભારે વરસાદ અને કરા પડવાની ચેતવણી જાહેર કરાઇ છે.

હવામાન ખાતાએ આપેલ ચેતવણીમાં જણાવાયું છે કે પહાડી રાજયો જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, યુપી,પંજાબના મેદાની ભાગોમાં પણ આજે અને કાલે મૌસમ ખુબજ ખરાબ રહી શકે છે.

ચેતવણી મુજબ આજે અને કાલે અપર લેવલની હવામાનની ગતિવિધીઓ થઇ શકે છે. મજબુત પશ્ચિમી પવનો અરબી સમુદ્રના કિનારેના ભેજવાળા પવનો સાથે મળશે. ત્યાર બાદ જયાં પહાડોમાં બરફવર્ષા થવાની અને મેદાની વિસ્તારોમાં કરા સાથે જોરદાર વરસાદની આશંકા છે.

જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં કાલે ભારે વરસાદ અને બરફવર્ષા થઇ શકે છે. જ્યારે દિલ્હી, પંજાબ,હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમી યુપીમાં મધ્યમ વરસાદ સાથે વિજળીના કડાકા ભડાકા અને કરા પડવાની પ્રક્રિયા ઘટવાનું પૂર્વનામાન છે. પુર્વી ઉત્તર પ્રદેશમાં આજે-કાલે અલગ-અલગ જગ્યાએ વરસાદ અને વિજળીના કડાકા સંભવ છે. રાજસ્થાનમાં ગઇકાલથીજ મૌસમ ખરાબ થવાનું શરૂ થયેલ.

છેલ્લા ૪૮ કલાકમાં અલગ-અલગ સ્થળોએ વરસાદ સાથે કરા પણ પડયા હતા. જયારે ૨૪ કલાક દરમિયાન દિલ્હીમાં ૨.૨ મીમી વરસાદ નોંધાયેલ ગઇકાલે ગુરૂતમ તાપમાન ૨૪.૫ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રી નોંધાયેલ દીવસભર વાદળો છવાયેલ રહ્યા હતા.

કેન્દ્રીય પ્રદુષણ બોર્ડ મુજબ દિલ્હી અને આસપાસના શહેરોમાં વાયુ પ્રદુષણ આંક ખુબજ ખરાબ શ્રેણીથી એક પોઇન્ટ નીચે પહોંચી ગયુ છે. આજે તથા  કાલે જોરદાર પવન અને વરસાદના કારણે પ્રદુષણ આંકમાં વધુ સુધારની શકયતા છે. ગઇકાલે દિલ્હીમાં ૨૨૧, નોઇડામાં ૨૫૭, ગાઝીયાબાદમાં ૨૨૩, ગ્રેટર નોઇડા ૨૧૨, ગુરૂગ્રામમાં ૧૪૧નો આંક નોંધાયેલ ૨૦૧ થી ૩૦૦ વચ્ચેના આંકને ખરાબ શ્રેણીમાં ગણાય છે. હવામાનના પૂર્વાનુમાન મુજબ ઉત્તર ભારતમાં અલગ-અલગ સ્થાનો પર વરસાદ થઇ શકે છે. કરા પડવાની પણ શકયતા છે. જયારે ગુરૂતમ તાપમાન ૨૪.૫ અને લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન છે.(૭.૮)

 

(11:34 am IST)