Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ઔકાત ભૂલેલા પાકિસ્તાનના વડાપ્રધાન બાદ રેલમંત્રીનો ભારત સામે બફાટ, સાંભળશો તો લોહી ઉકળી જશે

ઇસ્લામાબાદ, તા. ર૯ : પુલવામાંમાં અતંકવાદી ઓ નો કાયરતાપૂર્ણ હમણાં માં ભારત ના જવાનો શહિદ થતા ભારત ના લોકો નો ગુસ્સો હજુ થોડો પણ ઓછો થયો નથી ત્યાં પાકિસ્તાન ના વડાપ્રધાન ઇમરાન ખાન પ્રથમ પ્રતિક્રિયા આપી હતી.ઇમરાન ખાને આરોપ લગાવ્યો છે કે,કોઈ પણ પુરાવા વિના આતંકી હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવો અનુચિત છે.આ સાથે જ ઇમરાન ખાને પાકિસ્તાન નો જૂનો રાગ આલપતા કહ્યું કે,જો હુમલા પાછળ પાકિસ્તાની આતંકી જવાબદાર છે તો તેમનાં વિરૂદ્ઘ ભારત અમને પુરાવા સોંપે. હું ગેરંટી આપું છું કે તેમની સામે કડક કાર્યવાહિ કરીશું.

પાકિસ્તાન ના વડાપ્રધાન ઇમરાન ખાન બાદ પાકિસ્તાન ના રેલવે મંત્રી શેખ રશીદ અહેમદે મીડિયા ને સંબોધન કરતી વખતે ભારત ને ધમકી આપી હતી.પાકિસ્તાન ના રેલ મંત્રી શેખ રશીદ અહેમદે કહ્યું કે,ઇમરાન ખાને ૨૦ કરોડ પાકિસ્તાનીઓ વતી આ નિવેદન આપ્યું છે. જો ભારત શાંતિની વાત કરશે તો અમે પણ અમનની વાત કરીશું. જો યુદ્ઘની વાત કરશે તો અમે પણ યુદ્ઘની વાત કરીશું.

ત્યાર બાદ ઇમરાન ખાન ના આ મંત્રીએ ઇતિહાસ ભૂલી ગયા હોય એમ બફાટ કરતા કહ્યું કે,કાશ્મીરને કારણે જ તણાવ ઉભો થયો છે. ઇમરાન ખાને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે, પાકિસ્તાને કાંઈ હાથમાં બંગડી પહેરી નથી. અમારા માટે પાકિસ્તાન જીંદગી છે. પાકિસ્તાન જ મૌત છે.

જો કોઈએ પાકિસ્તાન સામે નજર ઉઠાવીને જોયું તો તેની આંખો કાઢી લઈશું. પછી ન તો જમીન પર દ્યાસ ઉગશે, ન તો ચકલી ફરકશે કે ના તો મંદિરોમાં દ્યંટ વાગશે. પાકિસ્તાન મુસલમાનનો ગઢ છે. જેની તરફ પુરી દુનિયાનાં મુસલમાનો જોઈ રહ્યા છે.(૯.૬)

 

(11:34 am IST)