Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

દિલ્હી- NCRમાં ભૂકંપ : તીવ્રતા ૩.૯: દસ સેકન્ડ સુધી ધરા ધ્રુજી

સવારે ૮ વાગ્યે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફેલાઇ દહેશતઃ ભુકંપનું કેન્દ્ર પાકિસ્તાનઃ હરિયાણા-યુપી સહિત ઠેરઠેર ધ્રુજારી અનુભવાઇ

નવી દિલ્હી, તા.૨૦:- પાટનગર દિલ્હી સહિત સમગ્ર ઉત્ત્।ર ભારતમાં આજે સવારે આઠ વાગે ભૂકંપના હલકા ઝટકા અનુભવાયા છે. રેકટલ સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૯ માપવામાં આવી. ભૂકંપનું કેન્દ્રબિંદુ તઝાકિસ્તાન ગણાવામાં આવી રહ્યું છે. ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારનું જાનમાલનું નુકશાન થયું નથી. ઉત્ત્।રપ્રદેશના મેરઠ સુધી ભૂકંપના ઝાટકા મહેસુલ કરવામાં આવ્યા. અમેરિકાની ભૂકંપની તીવ્રતા માપનારી એજન્સીના જણાવ્યા મુજબ, ભૂકંપની તીવ્રતા રેકટલ સ્કેલ પર ૪.૬ માપવામાં આવી.

ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા પણ જમ્મુ -કાશ્મીર સહિત ઉત્ત્।ર ભારતમાં ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા. સવારે અંદાજે ૮ વાગે ભુકમ્પના ઝટકા અનુભવાયા ઉલ્લખેનીય છે કે સીસ્મિક ઝોન ૪માં આવે છે.ને હાલમાં વર્ષોમાં પાટનગર અને તેની આસપાસના વિસ્તારોમાં હલકા ઝટકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ તઝાકિસ્તાનમાં અંદાજે ૧૨ કિમિ નીચે હતું. ધરતીની અંદર થયેલી હલચલના કારણે દિલ્હી, હરિયાણા, ઉત્ત્।રપ્રદેશના અનેક શહેરોમાં અનુભવાયા કરવામાં આવ્યા. ટ્વીટર પર પણ લોકોએ ભૂકંપના ઝટકા અનુભવાયાની સૂચના આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. દિલ્હી એનસીઆરમાં અંદાજે ૧૦ સેકેન્ડ સુધી આંચકા અનુભવાયા. યુપીના બાગપતમાં પણ ભૂકંપનો ઝાટકો અનુભવાયો.ભૂકંપ આવતાની સાથેજ અનેક સ્થળોએ લોકો ઘરની બહાર નીકળી આવ્યા અને દોડધામ મચી ગઈ.

રિકટેર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૩.૯ હતી. ભૂકંપના આંચકાને દિલ્હી સહિત પશ્યિમી ઉત્ત્।ર પ્રદેશના અનેક વિસ્તારોમાં મહેસૂસ કરાયો હતો.

ભૂકંપના આંચકાનો અનુભવ થતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. એક મળતા અહેવાલ મુજબ ભૂકંપનું કેન્દ્ર બિંદુ પશ્યિમી ઉત્ત્।ર પ્રદેશના બાગપત પાસે હતું. જો કે ભૂકંપના આંચકાથી હજુ સુધી કોઇ નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. ભૂકંપનું એપીસેન્ટર જમીનમાં ૫ કીમી નીચે હતું.

જો કે મળતી માહિતી મુજબ બુધવારે માત્ર દિલ્લી-એનસીઆર જ નહીં પરંતુ દુનિયા અનેક ભાગમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં તજાકિસ્તાન અને અમેરિકાના કેટલા ભાગમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

અમેરિકાના બ્યૂફડેલમાં ૩.૭ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ઉલ્લેખનીય છે કે ધરતીની ઉપરનું પડ સાત ટેકટોનિક પ્લેટમાંથી બનેલું છે.(૨૨.૫)

(12:10 pm IST)