Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

મસૂદ અઝહર પર પ્રતિબંધ માટે યુએનમાં પ્રસ્તાવ લાવશે ફ્રાંસ-યુકે-યુએસ

ભારતને મોટી સફળતાઃ ત્રણ તાકતવર દેશનું ભારતને સમર્થન

નવીદિલ્હી, તા.૨૦:- પાકિસ્તાનની વિરુધ્ધ ભારતને મોટી કૂટનિતિક સફળતા મળી છે. દુનિયાના ત્રણ તાકતવર દેશ અમેરિકા, બ્રિટેન અને ફ્રાંસ મસૂદ અઝહર પર પ્રતિબિંધ લગાવવા એકવાર ફરી સયુકત રાષ્ટ્રમાં પ્રસ્તાવ લાવશે.

પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન તરફ ચોતરફથી દબાવ બનાવ્યો છે. પુલવામા હુમલા બાદ વિશ્વના અનેક દેશો ભારતને સમર્થન આપી ચૂકયાં છે. પુલવામા હુમલાની જવાબદારી જૈશે લીધી હતી. જૈશ-એ-મહોમ્મદનો વડો મસૂદ અઝહર પાકિસ્તાનમાં છુપાઇને બેઠો છે.

આ હુમલાના છ દિવસ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારત પાસે પુરવા માગ્યા હતા. જયારે પાકિસ્તાનના વડાપ્રધાને આ હુમલાની નિંદા પણ કરી નહોતી. એક મળતાં અહેવાલ મુજબ થોડા દિવસોમાં ફ્રાંસ સયુંકત રાષ્ટ્રમાં મસૂદ અઝહર પર પ્રતિબંધ લાવવાનો પ્રસ્તાવ રાખશે.આવુ બીજી વખત બનશે કે ફ્રાંસ સયુંકત રાષ્ટ્રમાં આવો કોઇ પ્રસ્તાવ રાખવા માટે પક્ષકાર બનશે. ૨૦૧૭માં અમેરિકાએ બ્રિટેન અને ફ્રાંસના સમર્થનથી સયુંકત રાષ્ટ્રની પ્રતિબંધ સમિતિમાં ૧૨૬૭માં એક પ્રસ્તાવ પસાર કર્યો હતો.જેમાં પાકિસ્તાનમાં આવેલ આતંકી સંગઠન જૈશના પ્રમુખ મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવાની માગ કરાઇ હતી. જો કે આ પ્રસ્તાવનો ચીને વિરોધ કર્યો હતો. ફ્રાંસના આ નિર્ણય પર ફ્રાંસના રાષ્ટ્રપતિ તેમજ કૂટનીતિક સલાહકાર ફિલિપ એતિન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વચ્ચે ગઇકાલે ટેલિફોનિક વાતચીત થઇ હતી.

જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં ભારતીય સુરક્ષા દળ પર થયેલા આતંકી હુમલા જવાબદાર જૈશ-એ-મહોમ્મદના પ્રમુખ અઝહર પર પ્રતિબંધ માટે ફ્રાંસ આગળ આવ્યું છે. ફ્રાંસે નિર્ણય કર્યો છે કે તેઓ જલ્દી જ મસૂદ અઝહર પર પ્રતિબંધ કરવા સયુંકત રાષ્ટ્રમાં પ્રસ્તાવ રાખશે. પુલવામા જિલ્લામાં થયેલા આતંવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને ચારેય બાજુથી ઘેરવાનું શરૂ કરી દીધું છે. જેમાં ભારત દ્વારા પાકિસ્તાનમાં રહીને આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદ ચલાવતો આતંકી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટેના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે.

પુલવામાં થયેલા આતંવાદી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. આ આતંકવાદી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદ દ્વારા લેવામાં આવી હતી. ત્યારબાદ ભારત દ્વારા આ આતંકવાદી સંગઠનના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી હતી.(૨૨.૭)

 

(10:52 am IST)