Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

અમેરિકાની જાગૃત લોકશાહી : પ્રેસિડન્ટ ટ્રમ્પએ લાદેલી ઇમર્જન્સી વિરુદ્ધ 16 સ્ટેટમાં કોર્ટ કેસ : કેલિફોર્નિયા , કોલોરાડો ,કનેક્ટીકટ ,ન્યુજર્સી ,ન્યુયોર્ક ,મેરીલેન્ડ સહિતના રાજ્યોએ ટ્રમ્પના નિર્ણયને પડકાર્યો

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ 15 ફેબ્રુ 2019 ના રોજ દેશમાં કટોકટી લાદી દીધી છે.જેનો હેતુ મેક્સિકો બોર્ડર ઉપરથી ગેરકાયદે ઘુસતા વિદેશીઓને અટકાવવા માટે દીવાલ બાંધવાનો છે.જે માટેનું 5.7 બિલિયન ડોલરનું ખર્ચ કોંગ્રેસએ મંજુર નહીં કરતા તેમણે ઉપરોક્ત પગલું ભરીને પણ દીવાલ બાંધવાનો નિર્ણય કર્યો છે.

તેમના આ નિર્ણય વિરુદ્ધ દેશના 16 રાજ્યોએ કોર્ટ કેસ દાખલ કરી તેમનું આ પગલું લોકશાહી વિરુદ્ધનું ગણાવ્યું છે.તેઓ ટ્રમ્પના આદેશ પર આ કાયદાકિય કાર્યવાહી એટલા માટે કરી રહ્યા છે  કે તેમને મિલેટ્રી પરિયોજનાઓ, ડિઝાસ્ટર એમાઉન્ટ અને અન્ય જરૂરી કામ માટે રાખવામાં આવેલા નાણાંનો ખર્ચ થવાનું જોખમ છે.જે રાજ્યોએ ટ્રમ્પ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે તેમાં કેલિફોર્નિયા, કોલોરાડો, કનેક્ટીકટ, ડેલાવેયર, હવાઈ, ઈલિનોય, મેન, મેરીલેન્ડ, મિશિગન, મિનેસોટા, નેવાદા, ન્યૂજર્સી, ન્યૂ મેક્સિકો, ન્યૂયોર્ક, ઓરેગન અને વર્જીનિયાનો સમાવેશ થાય છે. જેઓના મતે આ આદેશ પ્રેઝન્ટમેન્ટ ક્લોઝ અને એપ્રોપ્રિયેશન ક્લોઝ વિરુદ્ધ છે. પ્રેઝન્ટમેન્ટ ક્લોઝમાં બંધારણીય પ્રક્રિયાની વાત કરવામાં આવી છે જ્યારે એપ્રોપ્રિયેશન્સ ક્લોઝમાં સાર્વજનિક ફંડનો નિર્ણય લેવા માટે કોંગ્રેસ (અમેરિકન સંસંદ)ને અંતિમ સંસ્થા બતાવવામાં આવી છે.

(11:39 am IST)