Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

સાઉથ ગુજરાત પટેલ પ્રગતિ મંડળ, નોર્થ અમેરિકાના પ્રેસિડન્‍ટ તરીકે સર્વાનુમતે ચૂંટાઇ આવતા શ્રી ચંદ્રવદન પટેલ (kesli): યુવા તથા અનુભવી હોદેદારોના સુભગ સમન્‍વયરૂપ ચૂંટાઇ આવેલા નવા હોદેદારોની ઘોષણાં કરાઇઃ

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ સાઉથ ગુજરાત પટેલ પ્રગતિ મંડળના હોદેદારોની ચૂંટણી ૧૧ ફેબ્રુ.૨૦૧૮ના રોજ યોજાઇ હતી. જેમાં મંડળના આગામી વર્ષોના પ્રેસિડન્‍ટ તરીકે શ્રી ચંદ્રવદન પટેલ (kesli) સર્વાનુમતે ચૂંટઆઇ આવ્‍યા હતા. યુવા તથા અનુભવી હોદેદારોના સુભગ સમન્‍વય સાથે ચૂંટાઇ આવેલા નવા હોદેદારોની યાદી નીચે મુજબ છે.

પ્રેસિડન્‍ટ શ્રી ચંદ્રવદન પટેલ વાઇસ પ્રેસિડન્‍ટઃ શ્રી સુરેશ પટેલ, શ્રી હસમુખ પટેલ,

ટ્રેઝરરઃ શ્રીમહેશ પટેલ, શ્રી વિજય પટેલ

પ્રોજેકટ/ઇવેન્‍ટ કો-ઓર્ડીનેટરઃ શ્રી તેજલ પટેલ

સેક્રેટરીઃ શ્રી હિતેશ પટેલ, શ્રી સંતોષ પટેલ

પી.આર.એન્‍ડ કોમ્‍યુનિકેશનઃ શ્રી પ્રશાંત પટેલ, શ્રી હિતેશ પટેલ

ઇવેન્‍ટ ફોટોગ્રાફરઃ શ્રી સુનિલ પટેલ, શ્રીહતેષ પટેલ,શ્રી સંતોષ પટેલ ફાઇનાન્‍સ કમિટીઃ શ્રી શૈલેષ પટેલ,

શ્રી વિનોદ પટેલ, શ્રી ઇશ્વર પટેલ ફુડ કમિટી) શ્રી જશુભાઇ શ્રી, મોહનભાઇ શ્રી રમેશભાઇ

ટ્રસ્‍ટીઝઃ શ્રી વીરૂ પટેલ, શ્રી દલપત પટેલ, શ્રી વિક્રમ પટેલ, શ્રી પ્રશાંત પટેલ, શ્રી ભરત (pij) પટેલ.

પ્રેસિડન્‍ટ શ્રી ચંદ્રવદન પટેલએ તમામ હોદેદારોના દર વખતે યોજાતી મીટીંગો તથા કાર્યક્રમોમાં સક્રિયપણે હાજરી આપી સલાહ સૂચન કરવા વિનંતી કરી હતી. તથા તમામ હોદેદારો મંડળ આયોજીત સેવાકીય પ્રવૃતિઓમાં સક્રિય યોગદાન આપી મેમ્‍બરશીપને સુદૃઢ રાખી નવા લક્ષ્યાંકો સર કરવામાં સહકાર આપે તેવો અનુરોધ કર્યો હતો.

આગામી મીટીંગ ૧૮ માર્ચ ૨૦૧૮ના રોજ યોજાશે તેની નોંધ લેવા જણાવાયું હતું જે અંગે સમય તથા સ્‍થળ હવે પછી જાહેર કરાશે.

વિશેષ જાણકારી માટે શ્રી વીરૂ પટેલ ૯૦૮-૭૦૫-૦૧૨૨, શ્રી ચંદ્ર પટેલ ૯૦૮-૫૬૫-૦૧૩૦, અથવા શ્રી મહેશ પટેલનો કોન્‍ટેક નં.૨૦૧-૪૦૬-૮૬૬૨ દ્વારા સંપર્ક સાધવા જમાવાયું છે.

અંતમાં મીટીંગ માટે સ્‍થળ ફાળવવા બદલ શ્રી ઇશ્વરભાઇ પટેલનો આભાર માની સહુ છૂટા પડયા હતા. તેવું પટેલ પ્રગતિ મંડળની યાદીમાં જણાવાયું છે.

(11:03 pm IST)