Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

ખોટી જાણકારી આપીને રોકડને બુલીયન મનીમાં ટ્રાન્સફર કરી

જયારે દેશ આખો બેંકોની લાઇનમાં ઉભો હતો, ત્યારે નીરવ મોદીએ ૯૦ કરોડ કમાઇ લીધા

નવી દિલ્હી, તા., ૨૦: દેશના સૌથી મોટા બ્રેકીંગ કૌભાંડમાંથી એક પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદી અંગે દિવસે -દિવસે નવા ખુલાસા થઇ રહયા છે. સીએનએન ન્યુઝ ૧૮ની હાથે ઇન્કમ ટેક્ષ વિભાગની મે ર૦૧૭ની સ્ટેટસ રીપોર્ટ લાગી છે. આ રીપોર્ટથી એ સ્પષ્ટ જાણવા મળ્યું છે કે જયારે નોટબંધીનું એલાન થયુ ત્યાર બાદ દેશ આખો એટીએમ અને બેંકોની વ્યવસ્થા અને લાઇનમાં ઉભેલી પ્રજાને અંગુઠો બતાવીને કરોડોની કમાણી કરી લીધી હતી.

ઓપરેશન કલીન મનીના નામથી જાહેર થયેલી આયકર વિભાગની આ રીપોર્ટમાં નીરવ મોદી સાથે જોડાયેલી અનેક જાણકારી સામે આવી છે નીરવ મોદી જવેલર્સ દાવો કર્યો કે નોટબંધીની ઘોષણા બાદ તેને પર૦૦ ગ્રાહકો પાસેથી ૯૦ કરોડ લીધા પરંતુ રસીદ ફકત ૬પ ગ્રાહકો માટે જાહેર કરી એટલે કે પોતાની પાસે પહેલેથી રાખેલા રોકડાને ગ્રાહકો પાસેથી મળેલા રોકડા ગણાવીને તેને સરળતાથી બુલીયન મની યાની સોના-ચાંદીમાં કનવર્ટ કરાવી લીધા હતા. તેનાથી એ સ્પષ્ટ છે કે નીરવ મોદીની કંપનીએ નોટબંધીના એલાન બાદ ગ્રાહકો પાસેથી પૈસા લીધા કંપનીએ પોતાના ૯૦ કરોડના કેશ એ કહીને સરળતાથી બુલીયન  મનીમાં કનવર્ટ કર્યા કે આ કેશ પર૦૦ ગ્રાહકો પાસેથી મળ્યા હતા.

(4:44 pm IST)