Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

સાયન્સ સીટીને વિશ્વ કક્ષાનું બનાવાશેઃ કોમ્પ્યુટર ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર સ્થપાશે

ગાંધીનગર, તા. ૨૦ :. વિજ્ઞાન અને ટેકનોલોજીનો પ્રજાના હિત માટે મહત્તમ ઉપયોગ કરવાના કાર્યક્રમોને સરકારે હંમેશા પ્રાધાન્ય આપ્યુ છે. અમદાવાદના સાયન્સ સિટીને વૈશ્વિક કક્ષાનું બનાવવા ખગોળશાસ્ત્ર અને અવકાશ વિજ્ઞાનની થીમ ઉપર આશરે ૧૦,૦૦૦ ચો.મી. વિસ્તારમાં ગેલેરી બનાવવા રૂ. ૧૧૦ કરોડની જોગવાઈ.

રાજ્યની ડિજીટલ ગર્વનન્સ ક્ષમતાને મજબુત બનાવવા માટે કુલ જોગવાઈ રૂ. ૨૭.૫ કરોડ, જે પૈકી - 'સ્ટેટ ઓફ ધ આર્ટ' નવા ડેટા સેન્ટરની સ્થાપના. - તમામ કચેરીઓના રેકર્ડના ડિજિટાઈઝેશન માટે કોમન ડોકયુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અને સ્ટોરેજની વ્યવસ્થા. - બિગ ડેટા તેમજ ડેટા એનાલિટિકસ સેલની રચના. - રાજ્ય સરકારના નેટવર્ક પર સાઈબર હુમલા અટકાવવા માટે ગુજરાત કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ સેલની સ્થાપના કરવામાં આવશે.

(4:34 pm IST)