Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

સિવિલ હોસ્પિટલ ચોકમાં ફલાય ઓવર બ્રિજઃ રૈયા રોડ ઉપર રેલ્વે અંડરપાસઃ બજેટમાં જાહેરાત

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાતઃ હોસ્પિટલ ચોક માટે ગયા બજેટમાં પણ જાહેરાત કરેલઃ રાંદરડા-લાલપરી તળાવના વિકાસ માટે ૨૦ કરોડ ફાળવાયા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૨૦ :. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે રાજકોટની ટ્રાફીક સમસ્યા નિયંત્રણ માટે મહત્વની જાહેરાત બજેટમાં કરી છે.

શ્રી નીતિન પટેલે જણાવેલ કે, હોસ્પિટલ ચોક ફલાય ઓવરબ્રીજ માટે રૂ. ૪૦ કરોડની જોગવાઈ. રાંદરડા લાલપરી લેક ડેવલપમેન્ટ માટે રૂ. ૨૦ કરોડની જોગવાઈ અને રૈયા રોડ રેલ્વે અન્ડરપાસ માટે રૂ. ૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યના કુલ છ શહેરો માટે સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રૂ. ૫૯૭ કરોડની જોગવાઈ.

શહેરી ગરીબોને વાજબી કિંમતે પોતાનું આવાસ મળે તેવા ઉમદા હેતુથી શહેરી આવાસ યોજના હેઠળ રૂ. ૧૧૮૯ કરોડની જોગવાઈ.

અમૃત યોજના અંતર્ગત ૮ કોર્પોરેશન અને ૨૨ નગરપાલિકાઓ માટે રૂ. ૫૦૦ કરોડની જોગવાઈ.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરોને વધુ સ્વચ્છ બનાવવા અને નાગરીકોને આરોગ્યપ્રદ વાતાવરણ પુરૂ પાડવા રૂ. ૨૫૫ કરોડની જોગવાઈ.

સુર્રીતમાં ડાયમંડ ડ્રીમ સિટી પ્રોજેકટ માટે રૂ. ૩૦ કરોડની જોગવાઈ.

પ્રજાના પ્રતિનિધિ તેમજ નાગરીકોના પ્રશ્નોનું નિરાકરણ એક જ સ્થળેથી થાય અને વહીવટી સરળતા માટે ગાંધીનગર ખાતે 'અર્બન ભવન' બાંધવા રૂ. ૨ કરોડની જોગવાઈ.(૨.૨૦)

 

(4:33 pm IST)