Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

સરકાર નવા ૩૦,૦૦૦ કર્મચારીઓની ભરતી કરશે

જિલ્લાવાર ભરતી મેળા થશેઃ ૪ લાખ લોકો માટે રોજગારીની તકઃ ૮૪ હજાર લાભાર્થીઓને ધંધા રોજગાર કીટઃ મુખ્યમંત્રી ગ્રામોદય યોજના

ગાંધીનગર, તા.,  નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીન પટેલે યુવાનોલક્ષી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંદાજે પ૦,૦૦૦ જેટલા ગ્રામીણ વિસ્તારના કુશળ અને અર્ધકુશળ શ્રમીકો તથા લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગ સાહસીકો ને મદદ કરી ગ્રામીણ વ્યવસાયો જેવા કે વેલ્ડીંગ કામ, સુારીકામ, લુહારીમ, માટીમ, કોચીકામ, દરીકામ, હેરકટીંગ સલનુ, હસ્તકલા, ખાદી એકમો વગેરેને સાધન સહાય આપવનાહેતુથી અમારી સરકાર દ્વારા નવી મુખ્યમંત્રી ગ્રામોફદય યોજના અંતર્ગત ૬ ટકા સુધીની વ્યાજ સબસીડી આપવામાં આવશે. આ ઉપરાંત મહિલાઓ અનુસુચીત જાતી અને અનુસુચીત જનજાતી અને દિવ્યાંગને ર ટકા વધારાની વ્યાજ સહાય આપવામાં આવશે. જેના માટે રૂ. ૬૦ કરોડની જોગવાઇ.

શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના હેઠળ ૪૦,૦૦૦ લાભાર્થીઓને ઉદ્યોગ, સેવા અને વેપાર એમ ત્રણે ક્ષેત્રમાં રૂ. ૮ લાખ સુધીના ધિરાણ સામે ર૦ ટકાથી ૪૦ ટકા સુધીની કેપીટલ સબસીડી આપવામાં આવે છે જેના માટે રૂ. ૧૯૭ કરોડની જોગવાઇ.

અનુચીતી જાતી અને વિકસતી જાતીના નિગમો દ્વારા અંદાજે ૫૦૦૦ લાભાર્થીઓને સ્વ. રોજગાર અને નાના-પાયાના રોજગાર શરૂ કરવા માટે ધિરાણી આપવામાં આવશે. જેના માટે કુલ જોગવાઇ રૂ. પ૦ કરોડ. એપરલ એન્ડ ગારમેન્ટ પોલીસી અંતર્ગત સ્થાપવામાં આવેલા એકમોમાં કામ કરતા પુરૂષ કામદારોને માસીક રુા. ૩૨૦૦ અને મહિલા કામદારોને માસીક  રૂ. ૪૦૦૦ આંશીક વેચન રાજય સરકાર તરફથી પાંચ વર્ષ માટે આપવામાં આવશે. જેના થકી આગામી પાંચ વર્ષમાં લગભગ એક લાખ વ્યકિતઓને રોજગારી આપવાનું લક્ષ્યાંક છે. આગામી વર્ષમાં સરકારના વિવિધ વિભાગોમાં અંદાજીત ૩૦,૦૦૦ નવી ભરતી કરવામાં આવશે. જેથી યુવાનોને સરકારી સેવામાંજોડાવવાની વિપુલ તકો ઉપલબ્ધ થશે.

રોજગારવાંચ્છુ ઉમેદવારો અને ઔદ્યોગીક એકમોને એક મંચ પર ભેગા કરવાના રોજગાર ભરતી મેળાના આયોજનને નોંધપાત્ર સફળતા મળી છે. આગામી વર્ષે તાલુકા કક્ષાથી રાજય અને જિલ્લા કક્ષાના ભરતીમેળા પણ યોજવામાં આવશે. જેમાં અંદાજે ચાર લાખ લોકોને ખાનગી એકમોમાં રોજગારી ઉપલબ્ધ થશે.

માનવ કલ્યાણ યોજના અન્વયે ૮૪૦૦૦ લાભાર્થીઓને ધંધા-રોજગાર માટે રૂ. ર૦,૦૦૦ સુધીની ટુલ કીટ વિના મુલ્યે પુરી પાડવા માટે રૂ.૬૦ કરોડની જોગવાઇ.

(4:19 pm IST)