Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

કલાઇમેટ ચેન્જ ફંડ સ્થપાશેઃ સરકારી શાળાઓમાં ૪૦ હજાર એલઇડી અને ર૦ હજાર પંખા મૂકાશે

પંચાયતોમાં ઉર્જા બચત માટે પ્રથમ વખત ઉર્જા ઓડીટ

ગાંધીનગર : રાજય સરકાર વિવિધ પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો અને ટેકનોલોજીને પ્રોત્સાહન પુરૂ પાડવા માટે પ્રતિબધ્ધ છે. કલાઇમેટ ચેન્જ પ્રોજેકટને નાણાકીય સહયોગ આપવા કલાઇમેટ ચેન્જ ફંડ ઓફ ગુજરાત સ્થાપવામાં આવશે.

રહેણાક અને સરકારી મકાનો ખાતે સૌર પેનલો બેસાડવા તથા સરકારી નિવાસી શાળાઓ તથા છાત્રાલયોમાં સોલર વોટર હીટીંગ સીસ્ટમ બેસાડવા માટે જોગવાઇ રૂ. ૬૦ કરોઙ

રાજયની ર૦૦૦ સરકારી શાળાઓમાં ૪૦,૦૦૦ એલઇડી ટયુબલાઇટ તથા ર૦,૦૦૦ સ્ટાર ઉર્જા કાર્યક્ષમ પંખાઓ નાખવામાં આવશે. જેના માટે જોગવાઇ રૂ. ૪ કરોઙ

૩૦૦૦ વિદ્યાર્થીઓને બેટરી સંચાલીત વાહનો માટે સહાય આપવા જોગવાઇ રૂ. ૩ કરોઙ

ઇ-રીક્ષા માટે ૧રપ૦ લાભાર્થીઓને સહાય આપવા માટે જોગવાઇ રૂ. ર.પ૦ કરોઙ

પંચાયતોમાં ઉર્જા બચતના હેતુથી પ્રથમ વખત પાણીના પમ્પોનું ઊર્જા ઓડીટ કરવામાં આવશે.

(4:09 pm IST)