Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

૩૭૦૦ કરોડનું ફ્રોડઃ 'લિખતે લખતે લવ'વાળા વિક્રમ કોઠારી વેચતા હતા પાન મસાલા

વિક્રમના પિતા મનસુખ કોઠારી ૫૦ના દાયકામાં કાનપુરમાં સાઇકલ ચલાવીને પાન મસાલા વેચતા

નવી દિલ્હી તા. ૨૦ : બેન્કો પાસેથી લીધેલી લોનનો કિસ્સો જાહેર થઇ ગયા બાદ ચર્ચામાં આવેલા વિક્રમ કોઠારી અને તેમના પિતાના પરિવારના સંઘર્ષની કહાની ખૂબ લાંબી છે. વિક્રમના પિતા કયારેક કાનપુરમાં સાઇકલ ચલાવીને પાન મસાલા વેચતા હતા. ધીમે-ધીમે 'પાન પરાગ'છવાઇ ગયું. કોઠારી ગ્રૂપનો વેપાર ટોચ પર પહોંચી ગયો તો ભાગલા પડી ગયા. વિક્રમના મોટાભાઇ દીપક હજુ પણ વેપાર કરી રહ્યાં છે.

જાણકારોના મતે વિક્રમના પિતા મનસુખ કોઠારી ૫૦ના દાયકામાં કાનપુરમાં સાઇકલ ચલાવીને પાન મસાલા વેચતા હતા. ૬૦ના દાયકામાં પારલે પ્રોડકસ્ટના કાનપુર ક્ષેત્રનું ડિસ્ટ્રિબ્યુશન લીધા બાદ કોઠારી પરિવાર મજબૂત થવા લાગ્યો. આ બધાની વચ્ચે કાનપુરમાં પાન મસાલાની પહેલી બ્રાન્ડ 'બાદશાહ પસંદ' બંધ થયા બાદ 'પાન બહાર'ને ટક્કર આપવા માટે માર્કેટમાં 'પાન પરાગ' ઉતારવામાં આવી.

૭૦ના દાયકાની શરૂઆતમાં ૫ રૂપિયાના ૧૦૦ ગ્રામના પાન મસાલાના ડબ્બાએ દેશ-વિદેશમાં એવી મચાવી કે પાન સમાલાનું બીજું નામ જ 'પાન પરાગ' થઇ ગયું. ધીમે-ધીમે ખાડી દેશો, અમેરિકા અને યુરોપ સુધી પહોંચ્યા. સતત વધતા વેપારે ગ્રૂપને ટોચ સુધી પહોંચાડી દીધું. આ બધાની વચ્ચે પાન મસાલા સિવાય 'રોટોમેક પેન', 'યસ મિનરલ વોટર' લોન્ચ કરયાયા. આ પ્રોડકટ્સે કેટલીય સ્થાપિત બ્રાન્ડની સ્થિતિ પાતળી કરી દીધી હતી.

ટોચ પર પહોંચેલા વેપારની વચ્ચે કોઠારી પરિવારમાં ખટરાગ શરૂ થઇ ગઇ. ૨૦૦૦ની સાલમાં ગ્રૂપના ભાગલા પડ્યા. જાણકારોના મતે મનસુખભાઈ પોતાના નાના દીકરા દીપકની સાથે એક બાજુ હતા, તો વિક્રમ બીજી બાજુ હતો. કહેવાય છે કે વિક્રમને ગ્રૂપમાંથી બહારનો રસ્તો દેખાડવા માટે ૧૨૫૦ કરોડ રૂપિયાની ડીલ થઇ હતી, તેમાંથી ૭૫૦ કરોડ રૂપિયા વિક્રમને કેશ આપવામાં આવી હતી.

પરિવારથી અલગ થયા બાદ વિક્રમ કોઠારીએ રોટોમેકનું વિસ્તરણ મજબૂત કરવા પર ધ્યાન આપ્યું નહોતું. યસ બ્રાન્ડમાંથી નમકીનની મોટી રેન્જ સિવાય 'દમ'પાન મસાલા અને 'બ્રેન કોમ્પ્યુટર્સ'પણ બજારમાં ઉતાપ્યું, પરંતુ બધું જ ઊંધા માથે પછડાયું. આ બધાની વચ્ચે તેમણે મિત્રોની સલાહ પર સ્ટોક માર્કેટ સિવાય રિઅલ એસ્ટેટમાં મોટાપાયે રોકાણ કર્યું. કાનપુરના કેટલાંક શોપિંગ મોલ્સમાં વિક્રમનો હિસ્સો કહેવાય છે. શહેરના એક 'બદનામ'મોટા હાઉસિંગ પ્રોજેકટમાં પણ વિક્રમનો શેર છે. એમ પણ કહેવાય છે કે ત્રણ વર્ષ પહેલાં વિનસમ ડાયમંડ કેસમાં મળેલી ડાયરીમાં વિક્રમનું નામ આવ્યું હતું. આ કેસમાં ઇડીના નિશાના પર આવ્યા હતા. પાર્ટીઓના શોખીન વિક્રમ છેલ્લાં ૨-૩ વર્ષમાં એલીટ સક્રલથી પણ દૂર રહે છે.

(12:19 pm IST)