Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

નીરવ મોદી કેસમાં વસૂલી માટે પર્યાપ્ત સંપત્તિ ઉપલબ્ધઃ PNBનો દાવો

છેતરપીંડીના કેસમાં પોતે રૂ. ૧૧,૪૦૦ કરોડની રકમ પાછી મેળવીને જ રહેશે

નવી મુંબઈ તા. ૨૦ : ડાયમંડ બિઝનેસના મહારથી નીરવ મોદી સાથે સંકળાયેલી કંપનીઓ, પ્રોપર્ટીઓ તથા આવાસો ખાતે દરોડા પાડીને ત્રણ કેન્દ્રીય તપાસ એજન્સીઓ ઘણું બધું જપ્ત કરી રહી છે ત્યારે પંજાબ નેશનલ બેન્કે ગઈ મોડી રાતે બહાર પાડેલા એક નિવેદનમાં એવો દાવો કર્યો હતો કે છેતરપીંડીના કેસમાં પોતે રૂ. ૧૧,૪૦૦ કરોડની રકમ પાછી મેળવીને જ રહેશે.

 

સરકાર હસ્તકની બેન્કે સમાચાર સંસ્થા પીટીઆઈને એમ જણાવ્યું છે કે નીરવ મોદી કેસમાં કાયદા અનુસાર લોનની રકમ વસૂલ કરવા માટે પર્યાપ્ત સંપત્ત્િ। ઉપલબ્ધ છે.

માર્કેટ નિષ્ણાતોનું માનવું છે કે પીએનબીનું આ નિવેદન પોતાના શેરહોલ્ડરોના વિશ્વાસને ટકાવી રાખવા માટેનું પગલું છે, કારણ કે નીરવ મોદી કૌભાંડ જયારથી બહાર આવ્યું છે ત્યારથી બેન્કનો શેર ખૂબ પછડાયો છે.

એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઈડી) એજન્સીએ નીરવ મોદી વિરુદ્ઘ દરોડા પાડીને અત્યાર સુધીમાં રૂ. ૫,૭૧૬ કરોડની સંપત્ત્િ। કબજે કરી લીધી છે.

સીબીઆઈ, ઈડી અને ઈન્કમ ટેકસ વિભાગે આ કેસના સંબંધમાં કુલ ૩૮ સ્થળે દરોડા પાડ્યા છે. કેસના સંબંધમાં પૂછપરછ માટે પંજાબ નેશનલ બેન્કના અનેક અધિકારીઓને અટકમાં પણ લેવામાં આવ્યા છે.(૨૧.૮)

 

(10:34 am IST)