Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

૧ રૂપિયામાં મળશે અનલિમિટેડ ડેટા, BSNL કરી રહી છે તૈયારી

નવી દિલ્હી તા. ૨૦ : ભારતીય માર્કેટમાં ટેલીકોમ કંપની યુઝર્સને આકર્ષવા માટે અનેક પ્લાન લાવી રહી છે. આ બાધાની વચ્ચે કંપનીઓના પ્લાનમાં ફેરફાર પણ કરવામાં આવ્યા. યુઝર્સ માટે ઘણા પ્લાન છે જેમાં ૧ જીબીથી લઈને ૫ જીબી સુધીનો ડેટા રોજ મળી રહ્યો છે. પરંતુ જો તમને એવું કહેવામાં આવે કે તમને એક રૂપિયામાં અનલિમિટેડ ડેટા મળશે તો તમે વિશ્વાસ નહીં કરો. પરંતુ હવે એવું જ કંઈક કરવા જઈ રહ્યું છે બીએસએનએલ.

બીએસએનએલ પોતાના યુઝર્સને એક રૂપિયામાં અનલિમિટેડ ડેટા આપશે,જેના માટે કંપનીએ ડેટાવિન્ડ સાથે કરાર કર્યો છે. સ્માર્ટફોન અને ટેબલેટ નિર્માતા કંપની ડેટાવિન્ડ સાથે મળીને બીએસએનએલ યુઝર્સને આપશે આ ઓફર.

ડેટાવિન્ડ અને બીએસએનએલ વચ્ચે થયેલા કરારમાં યુઝર્સને આ સ્કિમ ફેબ્રુઆરી અથવા માર્ગમાં મળી શકે છે. આ સુવિધા માટે ડેટાવિન્ડની પેંટેન્ટ એપ 'મેરાનેટ'નો ઉપયોગ કરવામાં આવશે. એપ એન્ડ્રોઈડ સ્માર્ટફોન અને જાવા ફીચર ફોન પર કામ કરશે.

એક રૂપિયામાં અનલિમિટેડ ડેટા માટે યુઝર્સે બીએસએનએલનું સિમ ખરીદવું પડશે. ત્યાર બાદ યુઝર્સે પોતાના સ્માર્ટફોન પર મેરાનેટ એપ ઈન્સ્ટોલ કરી વાર્ષિક સબ્સક્રિપ્શન લેવાનું રહેશે. કંપનીએ ડેટા ઉપયોગ માટે કોઈ લિમિટ નક્કી કરી નથી. યુઝર્સ પોતાની જરૂરીયાત મુજબ ડેટાનો ઉપયોગ કરી શકશે.

(10:32 am IST)