Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

મહારાષ્ટ્રમા છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 46,197 કેસ નોંધાયા :52. 025દર્દીઓ થયા સાજા

મુંબઈમાં સંક્રમણના 5,708 નવા કેસ નોંધાયા :12 લોકોના મોત :મુંબઈમાં નવા કેસોમાં સતત ઘટાડો

મહારાષ્ટ્રમાં આજે કોરોના સંક્રમણના 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. 46,197 નવા કેસની સાથે 37 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં સંક્રમણના 2,58,569 સક્રિય કેસ છે. મોટી સંખ્યામાં સામે આવેલા કોરોના કેસ  વચ્ચે રાહતના સમાચાર એ છે કે 24 કલાકમાં 52,025 દર્દીઓ કોરોના સંક્રમણમાંથી સાજા પણ થયા છે. માહિતી અનુસાર, નવા કેસમાંથી લગભગ 5 હજાર વધુ દર્દીઓ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાની સાથે ઓમિક્રોનનો ખતરો પણ ઓછો થતો હોય તેમ જણાતું નથી. છેલ્લા ચોવીસ કલાકમાં નવા પ્રકારથી સંક્રમિત 125 દર્દીઓ સામે આવ્યા છે.

રાજધાની મુંબઈમાં કોરોનાની રફ્તાર હવે થંભી રહી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં, મુંબઈમાં સંક્રમણના 5,708 નવા કેસ નોંધાયા છે, જ્યારે 12 લોકોના મોત થયા છે. મુંબઈમાં નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અગાઉ, રાજધાનીમાં એક દિવસમાં 10 હજારથી વધુ કેસ નોંધાતા હતા, પરંતુ હવે આ સંખ્યા ઘટીને લગભગ પાંચ હજાર થઈ ગઈ છે. મુંબઈમાં, છેલ્લા ચોવીસ કલાકમાં 15,440 લોકો સંક્રમણમાંથી સાજા થયા છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે મુંબઈમાં સંક્રમિત દર્દીઓમાંથી સાજા થનારા લોકોની સંખ્યા લગભગ ત્રણ ટકા વધુ છે. રાજધાનીમાં હાલમાં કોરોનાના 22,103 સક્રિય કેસ છે.

(1:01 am IST)