Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

તમિલનાડુ બાદ આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં કેરળની ઝાંખીને પરવાનગી મળી નહિ

મુખ્યમંત્રી પિનારાઈ વિજયને પત્ર લખી આ મામલે પીએમ મોદીના હસ્તક્ષેપની માગ કરી

તમિલનાડુ બાદ આ વર્ષે યોજાનારી પ્રજાસત્તાક દિવસની પરેડમાં કેરળની ઝાંખીને મંજૂરી આપવામાં આવી નથી.આ સ્થિતિમાં કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને પીએમ મોદીને પ્રજાસતાક દિવસની પરેડમાં રાજ્યની ઝાંખીનો સમાવેશ ન કરવા બદલ પત્ર લખ્યો છે.

આ પત્રમાં તેણે આ મામલે પીએમ મોદીના હસ્તક્ષેપની માગ કરી છે અને સમજાવ્યું છે કે શા માટે કેરળની ઝાંખીને પરેડમાં સામેલ કરવી જોઈએ. તેમણે કહ્યું કે “તમિલનાડુની ઝાંખી શ્રી નારાયણ ગુરુની છબીને પ્રતિબિંબિત કરે છે અને તે ખૂબ જ મજબૂત સામાજિક સંદેશ ધરાવે છે”.

આ પહેલા તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને પણ પરેડમાં રાજ્યની ઝાંખીને સામેલ ન કરવા માટે પીએમ મોદીને પત્ર લખ્યો છે. સ્ટાલિને વડાપ્રધાન મોદીને એક પત્ર લખ્યો હતો, જો તેમના રાજ્યની ઝાંખીનો પ્રસ્તાવ સ્વીકારવામાં ન આવે તો તેમના હસ્તક્ષેપની વિનંતી કરી હતી. મોદીને લખેલા પત્રમાં, સ્ટાલિને કહ્યું હતું કે ઝાંખીના પ્રસ્તાવનો સ્વીકાર ન કરવો “નિરાશાજનક” છે અને તે રાજ્યના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડશે

બીજી બાજુ, સ્ટાલિનને લખેલા પત્રમાં, સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે ઝાંખી પસંદ કરવા માટે પ્રથમ ત્રણ રાઉન્ડની બેઠકોમાં તમિલનાડુના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડ માટે પસંદ કરાયેલી 12 ઝાંખીઓની અંતિમ યાદીમાં તેમણે જગ્યા મળી ન હતી.

સિંહે કહ્યું, “પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવા માટે ઝાંખીઓની પસંદગીની એક સુસ્થાપિત પ્રણાલી છે જે મુજબ સંરક્ષણ મંત્રાલય તમામ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય મંત્રાલયો/વિભાગોમાંથી ઝાંખીઓ માટે દરખાસ્તો આમંત્રિત કરે છે.”

સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે નિષ્ણાત સમિતિની બેઠકોમાં ઘણા રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો તરફથી મળેલી ઝાંખી દરખાસ્તોનું અનુક્રમે મૂલ્યાંકન કરવામાં આવે છે. આ સમિતિમાં કલા, સંસ્કૃતિ, લલિત કળા, શિલ્પ, સંગીત, કારીગરી, નૃત્ય વગેરે ક્ષેત્રના પ્રતિષ્ઠિત લોકોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું, “નિષ્ણાત સમિતિ થીમ, ખ્યાલ, ડિઝાઇન અને દ્રશ્ય પ્રભાવના આધારે દરખાસ્તનું મૂલ્યાંકન કરે છે અને પછી ભલામણ આપે છે.”

(12:41 am IST)