Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

કેરળમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : એક જ દિવસમાં નોંધાયા રેકોર્ડબ્રેક 46,387 નવા કેસ

કેરળમાં બીજી લહેરમાં પણ આટલા કેસ આવ્યા નહોતા: વધતી ચિંતા

 

દેશમાં કેરળમાં આજે કોરોનાના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. કેરળમાં ગત 24 કલાકમાં કોરોનાના 46,387 નવા કેસ નોંધાયા છે જે દેશમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે. દેશની વાત કરીએ તો આજે કોરોના 3 લાખથી વધારે કેસ નોંધાયા છે જે આઠ મહિના બાદ સૌથી વધારે છે. 

(10:47 pm IST)