Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

પાક.માં ઈમરાન ખાન દ્વારા તત્કાલીન ભારતીય વડાપ્રધાન ઈંદિરા ગાંધી જેવી કટોકટી લાદવાની અફવા

પાકમાં ઈમર્જન્સીની અફવાઓ સુયોજિત અભિયાન : નિષ્ફળતા પરથી લોકોનું ધ્યાન બીજે ભટકાવવા માટે આ પ્રકારના અભિયાન પાછળ સત્તાધારી પક્ષનો હાથ : વિપક્ષ

ઈસ્લામાબાદ, તા.૨૦ : પાકિસ્તાનના મુખ્ય વિપક્ષી પક્ષ દેશમાં કોઈ પ્રકારની ઈમર્જન્સી લગાવવાની અફવાઓના પ્રસાર પાછળ એક વ્યવસ્થિત અને સુયોજિત અભિયાન જોઈ રહ્યા છે. તે કંઈક પ્રકારનું છે, જેવું કે, વર્ષ ૧૯૭૫માં તત્કાલીન ભારતીય વડાપ્રધાન ઈંદિરા ગાંધી દ્વારા લાગુ કરવામાં આવી હતી. અફવા પાછળ ઈમરાન ખાનની પાર્ટીનો હાથ હોવાની શંકા છે. ડોન ન્યૂઝના રિપોર્ટથી જાણકારી મળી છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ને શંકા છે કે, વાસ્તવિક મુદ્દાઓ અને પોતાની નિષ્ફળતા પરથી લોકોનું ધ્યાન બીજે ભટકાવવા માટે પ્રકારના 'અભિયાન' પાછળ સત્તાધારી પાકિસ્તાન તહરીક--ઈન્સાફનો હાથ છે. જોકે, ધારણાનું સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધી દ્વારા સ્પષ્ટ રીતે ખંડન કરવામાં આવ્યું હતું, જેમણે તેને દેશમાં પ્રચલિત 'નકલી સમાચાર સંસ્કૃતિ'નો એક ભાગ જણાવ્યો છે.

અફવાઓ વચ્ચે, સંયુક્ત વિપક્ષના સભ્યોએ બુધવારે નેશનલ એસેમ્બલી સચિવાલયને એક પ્રસ્તાવ રજૂ કર્યો, જેમાં ૧૯૭૩ના બંધારણમાં અપાયેલી દેશમાં સંઘીય સંસદીય વ્યવસ્થાને જાળવી રાખવા અને મજબૂત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. પીએમએલ-એના મહાસચિવ અહસાન ઈકબાલે એક ટ્વિટમાં કહ્યું કે, 'જ્યારે ગરબડ દ્વારા થોપવામાં આવેલી સરકારે દેશને બરબાદ કરી દીધો છે, ત્યારે ઈંદિરા ગાંધી જેવી ઈમર્જન્સી લગાવવા અન જુદા-જુદા ફોર્મ્યુલા દ્વારા વ્યવસ્થામાં ફેરફારનો ગણગણાટ સંભળાઈ રહ્યો છે.'

ઈકબાલ ૨૫ જૂન, ૧૯૭૫એ ઈંદિરા ગાંધી દ્વારા ભારતમાં ઈમર્જન્સી લાગુ કરાઈ હતી તેની વાત કરી રહ્યા હતા, જે ૨૧ માર્ચ, ૧૯૭૭ સુધી લાગુ રહી. દરમિયાન પાકિસ્તાનના ચૂંટણી પંચે સંપત્તિ અને દેવાની માહિતી આપવા પર સોમવારે સૂચના મંત્રી ફવાદ ચૌધરી અને સિંધના મુખ્યમંત્રી સૈયદ મુરાદ અલી શાહ સહિત લગભગ ૧૫૦ સંઘીય અને પ્રાંતિય જનપ્રતિનિધિઓનું સભ્યપદ અસ્થાયી રીતે સસ્પેન્ડ કરી દીધું. ગત વર્ષે, પંચે ઓછામાં ઓછા ૧૫૪ જનપ્રતિનિધિઓનું સભ્યપદ સસ્પેન્ડ કરી દીધું હતું, પરંતુ બાદમાં બધાએ માહિતી જમા કરાવી દીધી હતી અને પછી તેમની સસ્પેન્શન પાછું ખેંચી લેવાયું હતું.

(10:00 pm IST)