Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

દુનિયાનો સૌથી ગંદા માણસ : ઈરાનના અમો જાજી 68 વર્ષથી નહાયા પણ નથી

મરેલા જાનવરોનું માંસ ખાઈને પેટ ભરે છે : જાનવરોના મળને તમાકૂની જેમ પાઈપમાં નાખીને ધૂમાડો ફૂંકે છે :ગંદો છતા શરીર અને મનથી એકદમ તંદુરુસ્ત 88 વર્ષીય અમો જાજી મેડિકલ સાયન્સ માટે એક મોટી ચેલેન્જ બની

દક્ષિણ ઈરાનના ફાર્સ પ્રાંતના દેજગાહ ગામમાં રહેતા અમો જાજી નામના 88 વર્ષીય વૃદ્ધે પોતાની સ્ટાઈલથી આખા મેડિકલ સાયન્સને ચેલેન્જ આપી છે ,નાહી-ધોઈને ફ્રેશ રહેવાથી તથા તંદુરસ્ત જીવનશૈલી અપનાવીને શરીર અને મનને તંદુરસ્ત રાખી શકાય છે તેવી કહેવત 88 વર્ષીય વૃદ્ધે ખોટી ઠેરવી છે અને મેડિકલ સાયન્સ માટે એક મોટી ચેલેન્જ બની છે. કોઈ વ્યક્તિ એક બે દિવસ નહીં પરંતુ 88 વર્ષ સુધી નાહ્યા વગર અને તે પણ એકદમ સ્વસ્થ કેવી રીતે રહી શકે તે જાણીને મેડિકલ સાયન્સને તો રીતસરનો આંચકો લાગ્યો છે પણ આવી એક અસાધારણ ઘટના બની છે ઈરાનમાં.  88 વર્ષીય અમો જાજીને દુનિયાના સૌથી ગંદા માણસ તરીકે ઓળખવામાં આવે છે.

ઈરાનના  88 વર્ષીય અમો જાજી 68 વર્ષથી નહાયા નથી, તેમને ગળા સુધી ઠસી ગયું છે કે જો તેઓ નાખી ધોઈને સ્વચ્છ રહેશો તો બીમાર પડી જશે. આ માન્યતાને કારણે તે પાણીથી ડરે છે અને દૂર રહે છે અને સાફ-સફાઈ પણ કરતા નથી.

અમો જાજી દક્ષિણ ઈરાનના ફાર્સ પ્રાંતના દેજગાહ ગામની બહાર એક ઝૂંપડી બાંધીને રહે છે લોકો તેને ખાવાનું આપી જતા હોય છે પરંતુ તે ખાતો  નથી અને તે રસ્તા પર પડેલા મરેલા પ્રાણીઓનું માંસ ખાવાનું ખૂબ પસંદ છે. શાહુડીની માંસ તેને ખુબ પસંદ છે.  લોકોનુ આપેલું તે ખાતા નથી તેને બદલે મરેલા પ્રાણીઓ શોધે છે અને તેમને મળી પણ જાય છે. 

અમો જાજી ચલમ પીવાના પણ શૌખીન છે. હવે તેમને તો ફૂંકવાની તમાકૂ  ક્યાં મળે પરંતુ તેઓ જાનવરોના મળને  પાઈપમાં નાખીને  ધૂમાડો ફૂંકે છે અને આ રીતે તેઓ તણાવરહિત બનતા હોવાનો તેમનો દાવો છે. 

Professor Dr Gholamreza Molaviની આગેવાનીમાં એક મેડિકલ એક્સપર્ટની ટીમ અમો જાજીની તપાસ કરી અને તેમના કેટલાક ટેસ્ટ પણ કર્યાં હતા. ડોક્ટરો પણ તેમનો ટેસ્ટ જોઈને ચોંકી ગયા હતા. ટેસ્ટમાં અમો જાજી સંપૂર્ણરીતે સ્વસ્થ હતા, તેઓ શરીર અને મનથી એકદમ તંદુરસ્ત હતા ત્યાં સુધી કે તેમની કોઈ પણ પ્રકારની બીમારી પણ થઈ નહોતી. તેમના તમામ પ્રકારના ટેસ્ટ કરાયા હતા, બધા ટેસ્ટ નોર્મલ હતા. ડોક્ટરોએ તેમની ઈમ્યુનિટી સિસ્ટમ બીજા કરતા્ મજબૂત હોવાનું પણ જણાવ્યું છે. તેમના શરીરમાં કોઈ વાયરસ, પરજીવી, બેક્ટેરીયા કે જીવાણુ જોવા મળ્યા નથી.

(9:05 pm IST)