Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

અમદાવાદ ખાતે NCLAT બેન્ચની સ્થાપના કરવાની માંગ : ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ નેશનલ કંપની લો પ્રેક્ટિશનર્સ એસોસિએશન દ્વારા જાહેર હિતની અરજી : હાઇકોર્ટે અરજી પર કેન્દ્ર સરકારનો જવાબ માંગ્યો : 1 ફેબ્રુઆરી 2022ના રોજ સુનાવણી

અમદાવાદ : અમદાવાદ ખાતે NCLAT બેન્ચની સ્થાપના કરવાની માંગ સાથે અમદાવાદ નેશનલ કંપની લો પ્રેક્ટિશનર્સ એસોસિએશન દ્વારા ગુજરાત હાઈકોર્ટ માં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.
અમદાવાદ નેશનલ કંપની લો પ્રેક્ટિશનર્સ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં કરાયેલી રજુઆત મુજબ નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) ના આદેશો સામે અપીલ દાખલ કરવા માટે ગુજરાતથી નવી દિલ્હી અથવા ચેન્નાઈ સુધી મુસાફરી કરવી પડે  છે. તેથી અરજદારોને પડતી મુશ્કેલીઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

ગુજરાત હાઈકોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને જાહેર હિતની અરજી (PIL) પર નોટિસ જારી કરી છે જેમાં 2019ના કેસમાં સર્વોચ્ચ અદાલતના નિર્ણય અનુસાર અમદાવાદ ખાતે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)ની બેન્ચની સ્થાપના કરવાની માંગ કરવામાં આવી છે. (અમદાવાદ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ પ્રેક્ટિશનર્સ એસોસિએશન વિ. UOI)

આજની તારીખે ગુજરાતના અરજદારોએ નવી દિલ્હી ખાતે NCLATT સમક્ષ અપીલ દાખલ કરવા માટે નવી દિલ્હી જવું પડશે. વધુમાં, એનસીએલએટીની માત્ર બે બેન્ચ છે, એક દિલ્હીમાં અને એક ચેન્નાઈમાં," અરજીમાં જણાવ્યું હતું.

ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની બેંચે આ મામલે નોટિસ જારી કરી હતી અને કેસની વધુ સુનાવણી 1 ફેબ્રુઆરી, 2022ના રોજ રાખી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:33 pm IST)