Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

અલ્હાબાદ હાઈકોર્ટે યુપીની ચૂંટણી મોકૂફ રાખવાની માંગ કરતી જાહેર હિતની અરજી ધ્યાનમાં લેવાનો ઇનકાર કર્યો : રાજ્યમાં વધતા COVID-19 કેસોને કારણે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ મુલતવી રાખવાની માંગ કરવામાં આવી હતી

અલ્હાબાદ : અલ્હાબાદ હાઈકોર્ટે આજ ગુરુવારે યુપીની ચૂંટણી મોકૂફ રાખવાની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) ધ્યાનમાં લેવાનો ઇનકાર કર્યો છે. જેમાં રાજ્યમાં વધતા COVID-19 કેસોને ધ્યાનમાં રાખીને આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ મુલતવી રાખવાની માંગ કરવામાં આવી હતી.જસ્ટિસ અત્તાઉ રહેમાન મસૂદી અને નરેન્દ્ર કુમાર જોહરીની ડિવિઝન બેન્ચે પીઆઈએલ પર ધ્યાન આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેના કારણો પાછળથી નોંધવામાં આવશે.

 

અતુલ કુમાર અને અન્ય કેટલાક વ્યક્તિઓ દ્વારા એડવોકેટ અશોક પાંડે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે ફેબ્રુઆરી-માર્ચ 2022માં ચૂંટણી કરાવવાનો ચૂંટણી પંચનો નિર્ણય ગેરવાજબી હતો અને તેના બદલે એપ્રિલ-મેમાં ચૂંટણી યોજવી જોઈએ.

 

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં, કોર્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના ચૂંટણી પંચને કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આગામી યુપી ચૂંટણીને સ્થગિત કરવાનો વિકલ્પ શોધવાની વિનંતી કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:57 pm IST)