Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

5G ટેકનીક અને હવાઇ ઉડાનોઃ આકાશમાં જામ્‍યો છે જગ્‍યાનો જંગ

હવાની લહેરો ઉપર વધી રહી છે ‘બેંડ'ની માંગ

સેલ્‍યુલર ટેકનીકનું આગલુ ચરણ એટલે  5G . આ બારામાં લાંબા સમયથી વાતો થઇ રહી છે. ફાઇવ-જી વાયરલેસ સેવાઓ અને સ્‍માર્ટ ફોન નિર્માતા કંપનીઓ માટે છેલ્લા કેટલાક વર્ષોથી આ વિષય રહસ્‍યપુર્ણ  બની રહયો છે.  5G નેટવર્ક સક્રિય થયા પહેલા ઉડયન ક્ષેત્રમાં ઉથલ-પાથલ મચી ગઇ છે. સ્‍માર્ટ ફોન આવવાની સાથે જ ફાઇવ-જીને લઇને ચર્ચા તો થવા લાગી હતી પરંતુ ત્‍યારે સ્‍માર્ટ ફોન ૩-જી ટેકનોલોજી ઉપર ચાલતા હતા. ૩-જીમાં મુવી સ્‍ટ્રીમીંગ કે પુસ્‍તક ડાઉનલોડ કરવા કે ફોટો આલ્‍બમ શેર કરવા જેવી ગતીવિધિઓમાં મુશ્‍કેલી થતી હતી. તેની સ્‍પીડ ઘણી ઓછી હતી. વાયરલેસ માર્કેટવાળા ફોર-જીનો શોર મચાવી રહયા હતા ત્‍યારે ફાઇવ-જી ટેકનીક ઉપર કામ શરૂ થઇ ગયું હતું. કંપનીઓએ ફાઇવ-જી સ્‍પેસ માટેની હરરાજીમાં ૮૦ બિલીયન ડોલરથી વધુની બોલી લગાવી હતી. સ્‍પ્રીન્‍ટ નામની મોટી કંપની ફાઇવ-જીની ભેટ ચડી ચુકી છે.  ફેડરલ એવીએશન એડમીનીસ્‍ટ્રેશન (FAA) આヘર્યમાં છે. એજન્‍સીને શંકા છે કે ફાઇવ-જી આવવાથી વિમાની ઉડાનો અવરોધીત થશે. માલવાહક ઉડાનો પણ ધીમી પડી જશે.  ઉડયન નેટવર્કની શ્રેણીમાં જામ થઇ જશે. ચિંતાનું મુખ્‍ય કારણ એ છે કે સક્રિય 5G સ્‍પેકટ્રમ જુના સેન્‍સરના કામમાં હસ્‍તક્ષેપ કરી શકે છે. આ સેન્‍સર વિમાનોની સુરક્ષીત લેન્‍ડીંગ માટે કામ કરે છે. માની લ્‍યો કે એવુ થઇ શકે પરંતુ પ્રશ્ન એ છે કે ખરૂ જોખમ કેટલું છે?
બ્રૃકીંગ્‍સ ઇન્‍સ્‍ટીટયુશનના અધ્‍યક્ષ ટોમ વ્‍હિલર મુજબ જે નાના-મોટા જોખમની આશંકા હશે તેનું સમાધાન પહેલેથી કરી લેવાયું હશે. હમણાં જ જારી થયેલા એક પત્રમાં તેમણે જણાવ્‍યું કે, વાયરલેસ કંપનીઓએ કેટલાય કરારો કર્યા અને ટેકનીકને લાવવામાં  મોડુ કર્યુ પરંતુ એફએએ ચિંતીત છે. મુદ્દો ખરેખર રેડયુસ સ્‍પેકટ્રમના ૩.૭ અને ૪.૪  ગીગા હર્ટઝ વચ્‍ચે કોઇ બિંદુનો છે. અહિયા વેવ લેન્‍થ એટલી લાંબી છે કે સેલ્‍યુલર કવરેજ થઇ જાય પરંતુ સાથોસાથ એ એટલી નાની છે કે વધુ ડેટા એકત્ર ન કરી શકાય! ૩.૭ થી ૪.ર ગીગા હર્ટઝની જગ્‍યા પ જી અધિકૃત કરવામાં આવી છે  જયારે ૪.ર થી  ૪.૪ ગીગા હર્ટઝના બેંડ વિમાનોના એલ્‍ટીમીટર સુધી સંદેશ પહોંચાડે છે. એફએએને ચિંતા એ વાતની છે કે જે જગ્‍યાએ આ બેંડ મળશે ત્‍યાં શું થશે?  વ્‍હીલર મુજબ વધુ સુરક્ષા માનકોવાળા બોઇંગ ૪.૧ થી ૪.ર ગીગા હર્ટઝ વચ્‍ચે માર્જીન ઉપર પ્રસ્‍તાવીત છે જયાં પ-જીનું હસ્‍તક્ષેપ નહિ હોય. વાયરલેસ સ્‍પેકટ્રમનું નિયમન કરવાવાળા ફેડરલ કોમ્‍યુનીકેશન કમીશન (એફસીસી) એ માર્જીન બે ગણું કરવા સાથે ફાઇવ-જી સીગ્નલની વેવ લેન્‍થ ૪ ગીગા હર્ટઝથી ઓછી રાખી છે!
ફોન ઉપર સ્‍પોર્ટસની ગતી ઉપરાંત બીજુ બધુ પણ છે જે દાવ ઉપર લાગ્‍યું છે. ઝડપી ગતીવાળા વાયરલેસ મોટો આર્થીક અને ટેકનીકલ મામલો છે, જેના ઉપર રાષ્‍ટ્રીય સુરક્ષા નિર્ભર છે. અમેરીકા પ-જી સંચાર પ્રણાલીના સંદર્ભમાં ચીનને પહેલા જ પાછળ છોડી ચુકી છે. હવાની લહેરો ઉપર સ્‍પેસ (જગ્‍યા)ની માંગ પેઢીઓથી વધતી રહી છે પરંતુ હવે વિમાનોની ઉડાનોને લઇને ચિંતા છે કારણ કે એજન્‍સી પાસે એલ્‍ટીમીટર સુરક્ષાના કોઇ નક્કી માપદંડ નથી. એફએએ બદલાયેલી પરિસ્‍થિતિને લઇને ખુબ દબાણમાં છે. પેકેટ ડીલીવર કરવાવાળી કંપનીઓ દ્રશ્‍ય રેખાથી ઉપર ડ્રોન ઉડાડવાની મંજુરી માંગી રહી છે. આતંકીઓ આ ટેકનીકનો ઉપયોગ ન કરી શકે તે રીતે આ વાતનો ઉપાય કરવામાં આવી રહયો છે. સ્‍વયં સંચાલીત વિમાનો, એર ટેકસી અને અન્‍ય તમામ ઇલેકટ્રીક વિમાનો પણ વધુ દુર નથી. આકાશ  એટલુ  ભીડભાડવાળુ થઇ જશે જેમ કે વાયરલેસ સ્‍પેકટ્રમ.  મહામારી સંબંધી સ્‍વાસ્‍થ્‍ય ઉપાય, અનિયંત્રીત મુસાફરોને સંભાળવા, નવી પેઢીના પાયલોટ, એર હોસ્‍ટેસ અને હવાઇ ટ્રાફીક કંટ્રોલરની વ્‍યવસ્‍થા જેવી કેટલીક અયોગ્‍ય ટેકનીકલ માંગણી પણ એજન્‍સી સામે છે. 5G ના હાવી થવાથી નિયામકોની જરૂરીયાત પણ વર્તાઇ છે. શું ખબર કે કાલે આપણા ટેકનોલોજી પસંદકર્તા મિત્રોમાંથી આપણને ખબર પડે કે 6G ટેકનીક પર કામ ચાલી રહયું છે! (ડેવીડ વાન ડ્રેહલ, ધ વોશીંગ્‍ટન પોસ્‍ટમાંથી સાભાર)

 

(3:29 pm IST)