Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

શ્રીલંકા ભારતનો ભાગ નથી : વડાપ્રધાન મોદી પાસે મદદ માંગવાની જરૂર નથી

શ્રીલંકાની તમિલ પક્ષોએ પીએમ મોદીને લખ્‍યો હતો પત્ર : ઉર્જા મંત્રી થયા નારાજ

નવી દિલ્‍હી તા. ૨૦ : શ્રીલંકાની રાજનૈતિક પક્ષોએ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીને ચીઠ્ઠી લખીને મદદ માંગવા અંગે દેશના ઉર્જા મંત્રી ઉદય ગમ્‍મનપિલાએ આકરા પ્રહારો કર્યા છે. શ્રીલંકાઇ તમિલોનું પ્રતિનિધિત્‍વ કરતા પક્ષોએ પીએમ મોદીને સંબોધિત તેમના પત્રમાં લખ્‍યું હતું કે, તેઓ શ્રીલંકાના સંવિધાનના ૧૩માં સંશોધનને સંપૂર્ણ રીતે લાગુ કરવા માટે તેની સરકારને અપીલ કરી શ્રીલંકાનું ૧૩મુ સંવિધાન સંશોધન તમિલોને યોગ્‍ય રાજનૈતિક પ્રતિનિધિત્‍વ આપવા સાથે જોડાયેલો છે.
આ સમાચાર પર શ્રીલંકાના ઉર્જા મંત્રીએ કહ્યું છે કે શ્રીલંકા એક સાર્વભૌમ રાષ્ટ્ર છે, ભારતનો ભાગ નથી. આ મામલો ભારતના વડાપ્રધાન સામે નહીં પણ શ્રીલંકાના રાષ્ટ્રપતિ સામે ઉઠાવવાનો હતો.
શ્રીલંકાના ઉર્જા પ્રધાન ઉદય ગમ્‍મનપિલાએ  સાપ્તાહિક કેબિનેટ પ્રેસ બ્રીફિંગમાં પત્રકારો સાથે વાત કરતી વખતે આ ટિપ્‍પણી કરી હતી. મદદની વિનંતી કરનાર પક્ષોમાં TNA (તમિલ રાષ્ટ્રીય ગઠબંધન) નું નામ લેતા, તેમણે કહ્યું કે ૧૩મા બંધારણીય સુધારાને લઈને તેમને જે પણ ચિંતાઓ છે, તે શ્રીલંકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ સમક્ષ ઉઠાવવામાં આવશે.
‘જો અમારા તમિલ પક્ષોને ૧૩મા સુધારાના અમલીકરણ અંગે કોઈ ચિંતા અથવા આશંકા હોય, તો તેઓએ ભારતીય વડા પ્રધાનને બદલે અમારા રાષ્ટ્રપતિને તેમની ચિંતાઓ જણાવવી જોઈએ, કારણ કે અમે એક સાર્વભૌમ દેશ છીએ અને ભારતનો ભાગ નથી,' તેમણે કહ્યું.. જો આપણા તમિલ ભાઈઓને ૧૩માં સુધારાના અમલને લઈને કોઈ સમસ્‍યા હોય તો તેઓએ બહારના લોકોને બદલે અમારી ચૂંટાયેલી સરકાર સાથે વાત કરવી જોઈતી હતી.
TNA પ્રતિનિધિમંડળે મંગળવારે કોલંબોમાં ભારતીય હાઈ કમિશનર સાથે મુલાકાત કરી હતી. ટીએનએ પ્રતિનિધિમંડળનું નેતૃત્‍વ પાર્ટીના નેતા આર સંપન્‍થન કરી રહ્યા હતા. આ બેઠકમાં પાર્ટીએ પીએમ મોદીને સંબોધિત એક પત્ર ભારતીય હાઈ કમિશનરને સોંપ્‍યો. આ અંગે ઉર્જા મંત્રીને સવાલ કરવામાં આવ્‍યો હતો, જે બાદ તેમણે આ જવાબ આપ્‍યો હતો.
ધ હિન્‍દુએ અહેવાલ આપ્‍યો હતો કે સાત પાનાના પત્રમાં ૧૩મા સુધારાને લાગુ કરવા અને સત્તાનું અર્થપૂર્ણ વિનિમય સુનિヘતિ કરવાની માંગ કરવામાં આવી છે. પત્રમાં લખવામાં આવ્‍યું છે કે શ્રીલંકાની ઘણી સરકારોએ આ અંગે વચનો આપ્‍યા છે પરંતુ કોઈ સરકારે તેને પૂરા કર્યા નથી.
૭ રાજકીય પક્ષોએ પત્રમાં લખ્‍યું, ‘અમે સંઘીય માળખા પર આધારિત રાજકીય ઉકેલ માટે પ્રતિબદ્ધ છીએ જે અમારી કાયદેસર માંગણીઓને માન્‍યતા આપે. શ્રીલંકાના ઉત્તર અને પૂર્વમાં તમિલ ભાષી લોકો હંમેશા બહુમતી રહ્યા છે. અમે આ મામલે બંધારણીય સુધારાની સતત માગણી કરી રહ્યા છીએ.'

 

(3:28 pm IST)