Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

શેરબજાર એકધારૂ તૂટે છેઃ આજે બપોરે ૮૫૦થી વધુ પોઈન્‍ટનું ગાબડુઃ ૩ દિ'માં ૨૦૦૦ પોઈન્‍ટ ડાઉન

મુંબઈઃ શેરબજારમાં એકધારો ગભરાટઃ ક્રૂડના ભાવ અને તેના કારણે મોંઘવારી વધશે તેવો ભય તથા અમેરિકી ફેડરલ દ્વારા વ્‍યાજ વધારાશે તેવી દહેશતને પગલે આજે પણ બજારમાં કડાકોઃ બપોરે ૨.૩૦ કલાકે સેન્‍સેકસ ૮૮૫ પોઈન્‍ટ ઘટીને ૫૯૨૧૩ અને નિફટી ૨૫૧ પોઈન્‍ટ ઘટીને ૧૭૬૮૬ ઉપર છે. આઈટી અને બેન્‍ક સ્‍ટોક ધોવાયાઃ પાવર ગ્રીડ ૨૧૧, એરટેલ ૭૧૦, જસ્‍ટ ડાયલ ૯૨૫, લા ઓપાલા ૪૧૫, મિન્‍દા કોર્પ ૨૧૦, ચોલા મંડલ ૬૪૯, રિલા. ૨૪૬૭, મહિન્‍દ્રા ૮૭૪, ઈન્‍ફોસીસ ૧૮૧૮, તેજસ નેટ ૪૧૮, રેલીઝ ૨૭૫, સ્‍ટરલાઈટ ૨૨૧ ઉપર છેઃ ત્રણ દિવસમાં ૨૦૦૦ પોઈન્‍ટનો ઘટાડો જોવા મળ્‍યો છે

 

(3:28 pm IST)