Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ભાભા એટોમીક રિસર્ચ સેન્‍ટરમાં સાયન્‍ટીફીક ઓફીસરોની જગ્‍યા માટે GATE 2022થી થશે ભરતી

ન્‍યુ દિલ્‍હી, તા., ર૦: ભાભા એટોમીક રિસર્ચ સેન્‍ટર (BARC)ના ગૃપ A ની જગ્‍યા માટે અરજીઓ માંગવામાં આવી છે. યોગ્‍ય ઉમેદવારો બીએઆરસીની સતાવાર  સાઇટ barconlineexam.in. ના માધ્‍યમથી ઓનલાઇન અરજી કરી શકે છે.
અરજી પ્રક્રિયા તા. ૧૭ જાન્‍યુઆરીથી શરૂ થઇ ૧૧ ફેબ્રુઆરી ર૦રરના પુરી થશે. આ ભરતીના માધ્‍યમથી સાઇન્‍ટીફીક ઓફીસરની જગ્‍યાઓ ઉપર ઉમેદવારોની નિયુકતી કરવામાં આવશે. ઉમેદવારોની ભરતી ગ્રેજયુએટ એપ્‍ટીટયુડ ટેસ્‍ટ ઇન એન્‍જીનીયરીંગ (GATE 2021-2022)ના સ્‍કોરને ધ્‍યાને લઇ કરવામાં આવશે. ઓનલાઇન પરીક્ષા સ્‍લોટ બુકીંગ તા.૪ માર્ચથી ૧૮ માર્ચ રહેશે. ૭ એપ્રીલથી ૧૩ એપ્રિલ સુધી ઓનલાઇન પરીક્ષા અને ગેટ સ્‍કોર અપલોડ કરવાની છેલ્લી તારીખ ૧૩ એપ્રિલ રહેશે. જે ઉમેદવારો આ પદ માટે અરજી કરવા ઇચ્‍છે છે તેમની પાસે બી.ઇ./બી.ટેક./બી.એસસી.(એન્‍જીનીયરીંગ)  અને પાંચ વર્ષ ઇન્‍ટીગ્રેટેડ એમ.ટેક.માં ઓછામાં ઓછા ૬૦ ટકા માર્કસ જરૂરી છે.  ઉમેદવારોની વયમર્યાદા જનરલ વર્ગ માટે  ર૬ વર્ષથી ઓછી, ઓબીસી માટે ર૯ વર્ષ અને એસસી/એસટી માટે ૩૧ વર્ષ રહેશે. અરજી માટેની ફી પ૦૦ રૂા. નિર્ધારીત કરવામાં આવી છે. મહિલા ઉમેદવારો, અનુસુચીત જાતી/જનજાતી વર્ગના ઉમેદવારો, ટ્રાન્‍સજેન્‍ડર ઉમેદવારો અને શારીરીક રૂપે વિકલાંગ ઉમેદવારો માટે અરજી ફી ફ્રી રહશે. વધુ માહીતી માટે સતાવાર વેબસાઇટ ઉપર જવું.

 

(3:26 pm IST)