Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

હેરી પોટર થીમ પર તમિલનાડુના ગામમાં નવદંપતિ આપશે લગ્નની દાવત

ચાંદ કે પાર ચલો : દેશમાં પ્રથમ વખત મેટાવર્સ દ્વારા લગ્નનું આયોજન, દિવંગત લોકો પણ લેશે ભાગ

નવી દિલ્હી,તા. ૨૦:  દિનેશ અને નાગાનંદિની રામાસ્વામીના લગ્ન ૬ ફેબ્રુઆરીના થશે. તે બાદ ફેસબુકના મેટાવર્સ પર બંન્ને રિસેપ્શન આપશે. આ રિસેપ્શન આભાસી દુનિયામાં થશે. દેશમાં મેટાવર્સ પર થનાર આ પ્રથમ રિસેપ્શન હશે. ક્રિપ્ટોકરન્સી ઈથિરિયમ માઈનિંગના માલિક દિનેશ IIT મદ્રાસમાં પ્રોજેકટ એસોસિએટ છે, જયારે નાગાનંદિની સોફ્ટવેર ડેવેલપર્સ છે. કોરોનાના કારણે તમિલનાડુની આ જોડી લગ્નના રિસેપ્શનમાં પૈસા ખર્ચશે નહીં, પરંતુ રિસેપ્શન શાનદાર થશે.

ઉન્નત ટેકિનકનો ઉપયોગ

મેટાવર્સ ઉડી ડીઝિટલ દુનિયા છે, જેમાં ઓગ્મેંટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી અને બ્લોક ચેનને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ગૂગલ પે દ્વારા, નવ દંપતિને ભેટ આપવામાં આવશે. માત્ર ભોજનની કમી રહેશે. કોરોનાના કારણે અનેક રાજયોમાં લોકડાઉન લાગૂ છે. તેને જોતા બંન્નેને મેટાવર્સ પર રિસેપ્શનનો આઈડિયો આવ્યો. તેનાથી મેહમાન મોટી સંખ્યામાં એક જ સ્થળ પર હશે અને સંક્રમણનું જોખમ નહીં હોય.

મેટાવર્સ પર મોટો દાવ

ફેસબુક ઈંકે ગત વર્ષે પોતાનું નામ બદલી મેટા કરી દીધું હતું. મેટાએ પેંટેટ માટે સેંકડો આવેદન નોંધાવ્યા હતા. તેમાંથી અનેકને મંજૂરી મળી ચૂકી છે. નવા કંપ્યૂટિંગ પ્લેટફોર્મ મેટાવર્સ પર ખૂબ મોટો દાવ લગાવ્યો છે. કંપનીનું માનવું છે કે, લોકો વર્ચ્યુઅલ વાતાવરણમાં પ્રવેશ કરી એકત્ર થશે. કંપનીના સ્ટોકને નવા ટિકર પ્ઝ્રય્લ્ હેઠળ વ્યાપાર શરૂ કર્યો છે. માર્ક ઝુકરબર્ગને આશા છે કે, આગામી દશકમાં મેટાવર્સ ૧ અરબ ડોલરના ડિઝિટલ વ્યાપારની મેજબાની કરશે, લાખો ક્રિએટર્સ અને ડેવલપર્સને નોકરીઓનો સપોર્ટ આપશે.

શું છે મેટાવર્સ

મેટાવર્સ ઈન્ટરનેટનું વિકસિત ચરણ છે. તેના પર વાસ્તવિકતાને વર્ચ્યુઅલ રુપથી આપવામાં આવશે. આ વર્ચ્યુઅલ દુનિયામાં અનેક લોકોને વર્ચ્યુઅલ અવતાર અથવા પ્રતિરૂપ થશે, જેનાથી લોકો ઈંટરેકટ કરશે. મોઈક્રોસોફ્ટ પણ દોડમાં સામેલ મેટાવર્સમાં માઈક્રોસોફ્ટનો મેશ પ્લેટફોર્મ ક્રાંતિ લાવી શકે છે. આ પ્લેટફોર્મ ૨૦૨૧જ્રાક્નત્ન લોન્ચ કરવામાં આવ્યું હતું. એપ પર હોલોગ્રાફિક રેંડરિંગ જોવા મળી રહી છે. અત્યાર સુધી કોઈ આ ટેકિનકની પાસે પહોંચ્યું નથી.

નજર કમાણી પર

મેટાવર્સ માટે જે એપ વિકસિત કરવામાં આવી છે, તેમાં જાહેરાતો અને સ્પોન્સરશિપની ગુજાઈશ રાખવામાં આવી છે. આ એપ પર ડિજિટલ સામગ્રીની વેચણી માટે વર્ચ્યુઅલ સ્ટોર પણ ખોલવામાં આવશે. અમૂક પેરેન્ટ્સમાં યૂઝર્સના હિસાબ ખાનગી જાહેરાતોનું પણ પ્રાવધાન છે.

(3:20 pm IST)