Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

પાકિસ્તાનમાં વોટ્સઍપ પર નિંદાત્મક મેસેજ મોકલવા બદલ મુસ્લિમ મહિલાને ફાંસીની સજા

 

પાકિસ્તાનના રાવલપિંડીની ઍક સેશન્સ કોર્ટે બુધવારે ઍક મુસ્લિમ મહિલાને ઈશનિંદાના આરોપમાં મૃત્યુદંડની સજા ફટકારી છે.  આ સાથે મહિલાને ૨૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે અને તેની સાથે દોઢ લાખ રૂપિયા પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

કોર્ટે ચુકાદો સંભળાવતા કહ્નાં કે ઍ સાબિત થયું છે કે અનીકા અતીક નામની દોષિત મહિલાઍ વોટ્સઍપ પર પ્રોફેટ મોહમ્મદ અને તેની પત્ની આયેશા વિશે ઍવા મેસેજ મોકલ્યા હતા જે વાંધાજનક હતા.

કોર્ટે કહ્નાં કે અનિકા અતીક તેની નિર્દોષતાના પુરાવા રજૂ કરી શકી નથી, તેથી તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.

(2:04 pm IST)