Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

અમેરીકાના એકસ્પર્ટ ડોકટરને કોરોના દર્દીઓની સારવાર નડી નહીં, પણ ફેમીલી ફંકશન નડી ગયું !!

લાંબો સમય સંક્રમણથી બચ્યા પછી કોરોનાની લપેટમાં આવેલા ડોકટર કહે છે... માસ્ક જ આશરો

યુ.એસ., તા. ૨૦ :. બે વર્ષમાં કોરોનાના દર્દીઓની વચ્ચે રહ્યો અમેરિકાનો આ એકસપર્ટ ડોકટર પણ તેમ છતા કોરોનાથી સંક્રમિત ન થયો, અંતે માસ્ક વગર એક ફેમીલી ફંકશનમાં હાજરી આપી અને કોરોનાથી સંક્રમિત થયો. આ અનુભવ પછી ડોકટરને જે શીખવા મળ્યુ તેની પાંચ મુખ્ય વાતો તેણે ટ્વીટર પર શેર કરી છે.

કોરોનાનો પ્રકોપ ભારત સહિત આખી દુનિયા સહન કરી રહી છે. આવામાં અમેરિકાના એકસપર્ટ ડોકટર ફહિમ યૂનુસે પોતાના અનુભવથી જે પાંચ વાતો પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી તે દરેકે જાણવા જેવી છે. કઈ છે આ વાતો આવો જાણીએ.

અમેરિકાના એકસપર્ટ ડોકટર ફહિમ યૂનુસ જ્યારથી કોરોના આ દુનિયામાં આવ્યો છે ત્યારથી કોરોનાના દર્દીઓની સેવા કરી રહ્યા છે. ઉલ્લેખનીય વાત છે કે છેલ્લા બે વર્ષમાં કોરોનાના દર્દીઓની વચ્ચે રહ્યો અમેરિકાનો આ એકસપર્ટ ડોકટર પણ તેમ છતા કોરોનાથી સંક્રમિત ન થયો, અંતે માસ્ક વગર એક ફેમીલી ફંકશનમાં હાજરી આપી અને કોરોનાથી સંક્રમિત થયો. આ અનુભવ પછી આ ડોકટરને જે શીખવા મળ્યુ તેની પાંચ મુખ્ય વાતો તેણે ટ્વીટર પર શેર કરી છે. આ પાંચ વાતો આજે બધાએ જાણવા જેવી છે.

(૧) માસ્ક કામ કરે છે

ડો. યૂનુસ જણાવે છે કે છેલ્લા બે વર્ષમાં હું હજ્જારો કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવ્યો પણ માસ્ક અને પીપીઈ કિટના કારણે હું કોરોનાથી સંક્રમિત ન થયો, પરંતુ માત્ર ૨ દિવસ માટે હું મારા ફેમીલી ફંકશનમાં માસ્ક વગર ગયો અને હું કોરોનાને સાથે લઈ આવ્યો. કહેવાનો મતલબ સ્પષ્ટ છે કે માસ્ક કામ કરે છે. શકય હોય તો એન-૯૫ અથવા કેએન-૯૫ માસ્ક પહેરો.

૨ વેકસીન કામ કરે છે

ડો. યૂનુસ જણાવે છે કે વેકસીન કામ કરે છે કેમ કે હું માત્ર ૫ દિવસમાં સાજો થઈને ફરી માસ્ક સાથે કામે લાગી ગયો છું. આજે હું ટ્વીટર પર મારો અનુભવ જણાવી રહ્યો છું. જો મેં વેકસીન ન લીધી હોત તો કદાચ વેન્ટીલેટર પર જીવન સાથે સંઘર્ષ કરતો હોત. વેકસીનને ધન્યવાદ !

(૩) વધારાની દવા લેવાની જરૂર નથી

ડો. યૂનુસ જણાવે છે કે મેં કોરોના દરમિયાન કોઈપણ પ્રકારની સ્ટેરોઈડ, એન્ટીબાયોટીક કે મલ્ટીવિટામીનની દવાઓ લીધી નથી. જે લક્ષણ હોય તેની જ દવા લીધી.

(૪) અંત યાદ રાખો

ડો. યૂનુસ જણાવે છે કે અંતમાં શું થશે ? તે હંમેશા યાદ રાખો. આનાથી આપણને સાચી દિશામાં આગળ વધવાની હિંમત મળે છે. આનાથી આપણે યોગ્ય નિર્ણય લઈ શકીએ છીએ. તેઓ જણાવે છે કે હર્ડ ઈમ્યુનિટી બરાબર છે પણ હર્ડ મેન્ટાલિટી યોગ્ય નથી.

(૫) રિસ્ક પર ધ્યાન આપો

અંતમાં ડો. યૂનુસ જણાવે છે કે વેકસીન લો અને માસ્ક પણ પહેરો અને આવુ કર્યા પછી પણ જો તમને કોરોના થાય તો ચિંતા ન કરો તમે સાજા થઈ જશો. મારા માટે પરિવારના ફંકશનમાં જવુ જરૂરી હતું પરંતુ તમે જાતે નક્કી કરો કે તમે કેટલુ રિસ્ક લઈ શકો છો. પહેલા વિજ્ઞાન જુવો પછી મનનું સાંભળો.

(1:09 pm IST)