Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

બ્રોડબેન્ડ સેવા : BSNLની ૨૦ વર્ષની બાદશાહી ખત્મ ૪૩.૪૦ લાખ ગ્રાહકોની સાથે જીઓ પ્રથમ

ટ્રાઈનો રિપોર્ટ : એરટેલ ૪૦.૮૦ ગ્રાહકોની સાથે ત્રીજા સ્થાને

નવી દિલ્હી તા. ૨૦ : ફિકસ્ડ લાઈન બ્રોડબ્રેન્ડ સેવામાં બીએસએનએલની ૨૦ વર્ષની બાદશાહી ખત્મથતી જોવા મળી રહી છે. હવે રિલાયન્સ જીઓ ટોચ પર પહોંચી ગઈ છે. ટ્રાઈના આંકડા મુજબ, ૪૩.૪૦ લાખ ફિકસ્ડ લાઈન બ્રોડબેન્ડ કનેકશનનીસાથે જીયોપ્રથમ સ્થાને પહોંચી ગયું છે. બીએસએનએલ અંદાજે ૪૨ લાખ કનેકશનનીસાથે બીજા નંબર પહોંચી ગયું છે.

ભારતી એરટેલ ૪૦.૮૦ કનેકશન સાથે ત્રીજા સ્થાને છે. તેના વ્યાપારી લોન્ચના માત્ર બે વર્ષમાં જ, ફિકસ્ડ લાઇન બ્રોડબેન્ડ સેવામાં અગ્રણી બનવા માટે જિયોએ BSNLને પાછળ છોડી દીધું છે. નવેમ્બરમાં જિયોએ ૧.૯૦ લાખ ફાઈબર કનેકશન આપ્યા હતા.(

(12:40 pm IST)