Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

યુપી વિધાનસભા ચૂંટણી ૨૦૨૨: ૧૦ મહત્વની બેઠકો જ્યાંથી લડશે મોટા નેતાઓ

લખનૌ, તા. ૨૦ :. યુપી વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીમાં ઓછામાં ઓછી ૧૦ બેઠકો એવી છે જયાં જોરદાર ટક્કર થશે. આ હોટશીટ બેઠકો પર આખા દેશની નજર છે. આ ચર્ચાસ્પદ બેઠકોમાંથી કેટલીક પર યુપીના ભાવિ મુખ્ય પ્રધાન પોતાનુ ભાગ્ય અજમાવી રહ્યા છે તો કેટલીક એવી બેઠકો છે જ્યાંથી યુપીનું આગળનું રાજકારણ નક્કી થશે. આ દસ બેઠકો પર જે મોટા નેતાઓ ચૂંટણી લડવાના છે. તેમા યોગી આદિત્યનાથ, અખિલેશ યાદવ, કેશવપ્રસાદ મૌર્ય, આઝમખાન અને અબ્દુલ્લા આઝમ મુખ્ય છે.

સપાના ચર્ચિત નેતા આઝમખાન હજુ સીતાપુર જેલમાં કેદ છે. તેઓ રામપુરના સાંસદ છે પણ સપા તેમને રામપુર બેઠકના ઉમેદવાર જાહેર કરી ચૂકી છે. એ જ રીતે તેમના પુત્ર અબ્દુલ્લા ખાન સ્વાર ટાંડા બેઠક પર લડશે. અબ્દુલ્લા ૨૦૧૭માં પણ અહીંથી જીત્યા હતા પણ ઓછી ઉંમર હોવાના કારણે સુપ્રીમ કોર્ટે તેની ઉમેદવારી રદ કરી હતી.(૨-૧૨)

આ છે ૧૦ હોટ સીટ

(૧) ગોરખપુર સદર - મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ભાજપા

(૨) ગોપાલપુર - ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવ સપા

(૩) રામપુર - આઝમખાન સપા

(૪) સ્વાર ટાંડા - અબ્દુલ્લા ખાન સપા

(૫) સિરાજી - નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય

(૬) કુંડા - રઘુરાજપ્રતાપસિંહ રાજાભૈયા જનસત્તા લોકતાંત્રિક

(૭) જસવંતનગર - શિવપાલસિંહ યાદવ સપા

(૮) જહૂરાબાદ - ઓમપ્રકાશ રાજભર સુભાસપા

(૯) સાહિબાબાદ - મનમોહન ઝા એઆઈએમઆઈએએમ

(૧૦) ઉન્નાવ સદર - આશા સિંહ ઉન્નાવ રેપકાંડ પીડીતાની માતા-કોંગ્રેસ

(12:39 pm IST)