Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

વાહન ચોરાઈ ગયું હોય અને અનધિકૃત વ્યક્તિ દ્વારા ચલાવાયું હોય તોપણ વીમા કંપની દાવો ચૂકવવા માટે જવાબદાર છે : વાહનના માલિકે વાહનની ચોરી અને અકસ્માત સામે વીમો લીધો હોવાથી તેની કોઈ ભૂલ નથી : યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ કંપની વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો

ન્યુદિલ્હી : વાહન ચોરાઈ ગયું હોય અને અનધિકૃત વ્યક્તિ  દ્વારા ચલાવાયું હોય તો પણ વીમા કંપની દાવો ચૂકવવા માટે જવાબદાર છે . વાહનના માલિકે વાહનની ચોરી અને અકસ્માત સામે વીમો લીધો હોવાથી તેની કોઈ ભૂલ નથી તેવો ચુકાદો દિલ્હી હાઇકોર્ટે યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ કંપની વિરુદ્ધ આપ્યો છે.
જસ્ટિસ સંજીવ સચદેવાએ જણાવ્યું હતું કે વીમા કંપની તેની જવાબદારી ત્યારે જ ટાળી શકે છે જો તે બતાવવામાં સક્ષમ હોય કે વીમાધારક દ્વારા પોલિસીનો જાણીજોઈને ભંગ થયો હતો.

યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ કો. લિ. વિ. શ્રીમતી. અનિતા દેવી અને Ors કેસમાં  
નામદાર કોર્ટે  ઉપરોક્ત મંતવ્ય વ્યક્ત કર્યું હતું. જે યુનાઈટેડ ઈન્સ્યોરન્સ (અપીલકર્તા) દ્વારા વાહનના ડ્રાઈવર સામે વસૂલાતના અધિકારો આપતા ટ્રિબ્યુનલના આદેશને પડકારતી અરજી પર આ આદેશ આપવામાં આવ્યો હતો.
વીમા કંપનીએ દલીલ કરી હતી કે વાહન ચોરાયેલું હતું અને તે એક વ્યાવસાયિક ચોર દ્વારા ચલાવવામાં આવ્યું હતું અને તેથી, રકમ ચૂકવવા માટે વીમા કંપની પર કોઈ જવાબદારી નથી.
જો કે, ટ્રિબ્યુનલને જાણવા મળ્યું હતું કે વાહન એક નિરજ ઉર્ફે મીકા દ્વારા ચોરી કરવામાં આવ્યું હોવા છતાં, વાંધાજનક વાહન અંગે નરેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.આથી વીમેદારને વળતર મળવું જોઈએ તેવા ટ્રીબ્યુનલના  ચુકાદાને હાઇકોર્ટે માન્ય રાખ્યો  હતો તેવું બી.એન્ડ બી.દ્વારા  જાણવા મળે છે.

(12:08 pm IST)