Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકાના માત્ર ચાર પરગણામાં પોણા બે લાખથી વધુ કોરોના કેસ નોંધાયા

કોરોનાએ અમેરિકામાં હાહાકાર સર્જ્યો છે. સતત દરરોજના આઠથી દસ લાખ નવા કોરોના કેસ નોંધાય છે. અનેક લોકોના મોત થાય છે. આજે સવારે છેલ્લા ૨૪ કલાકના આંકડાઓ જોઈએ તો અમેરિકામાં ૮,૭૧,૪૬૯ કોરોના કેસ નોંધાયા છે અને ૩,૪૦૪ ના મૃત્યુ થયા છે, જ્યારે સતત ૨૬ હજારથી વધુ લોકો આઈસીયુમાં અને દોઢ લાખથી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. દરમિયાન અમેરિકાના ૪ રાજ્યો, કેલિફોર્નિયામાં ૯૮,૬૩૭, ટેક્સાસમાં ૫૬,૦૪૭, ન્યૂયોર્કમાં ૨૨,૩૧૨ કેસ અને ન્યૂજર્સીમાં ૧૦,૯૧૪ નવા કોરોના કેસ નોંધાયા છે

(11:25 am IST)