Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ફેબ્રુઆરીના મધ્યમાં ઓમિક્રોન પીક પર હશે તેની સાથે જ ત્રીજી લહેરનો અંત આવશે

મહારાષ્ટ્ર સ્ટેટ ટાસ્ક ફોર્સના સભ્ય ડો.શશાંક જોશીએ દાવો કર્યો

મુંબઇ, તા.૨૦: આરોગ્ય નિષ્ણાતોએ કહ્યું કે ભારતમાં ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં ઓમિક્રોનના કેસ પીક પર પહોંચશે અને તેની સાથે જ ત્રીજી લહેરનો અંત થવાની શકયતા છે.

કોવિડ-૧૯ મહારાષ્ટ્ર સ્ટેટ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. શશાંક જોશીએ જણાવ્યું કે મુંબઈ અને દિલ્હી બંને શહેરોમાં ઓમિક્રોનનું સંક્રમણ દક્ષિણ આફ્રિકી પેટર્ન પર ફેલાતું જોવા મળ્યું છે. તેમણે કહ્યું કે આ ખૂબ તેજીથી આવેલી વિસ્ફોટક લહેર છે અને આશા છે કે જેટલી ઝડપથી આવી છે એટલી જ ઝડપથી જશે. ઓમિક્રોનના કેસમાં મુંબઈ પહેલા જ શિખર પાર કરી ચૂકયું છે. તેનું સંક્રમણ સમગ્ર મહારાષ્ટ્રમાં ફેબ્રુઆરીના પહેલા સપ્તાહ સુધીમાં પીક પર પહોંચી જશે. મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં એન્ડોક્રિનોલોજિસ્ટ જોશીએ કહ્યું કે ભારતના મોટાભાગના હિસ્સાઓમાં ઓમિક્રોનના કેસ એકથી ૧૫ ફેબ્રુઆરી વચ્ચે ચરમ પર પહોંચી શકે છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ અને ઇન્ડ્યિન સ્ટેટેસ્ટીકલ ઇન્સ્ટિટ્યુટના રિસર્ચર્સે હાલના અનુમાનોમાં દાવો કર્યો છે કે દેશમાં જાન્યુઆરીના અંતમાં અથવા તો ફેબ્રુઆરીના શરૂઆતમાં એક દિવસમાં ૧૦ લાખથી વધુ કોવિડ કેસ જોવા મળી શકે છે. તે સમયે ત્રીજી લહેર તેના પીક પર પહોંચવા લાગશે.

(10:40 am IST)