Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ઓમિક્રોન આફત નહીં અવસર બનશે, કોરોનાને નબળો પાડી દેશે

લો આ નવું આવ્યું :દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ ઓમિક્રોનના સંક્રમણ પર એક મોટો દાવો કર્યો : ઓમિક્રોન કોરોના સંક્રમણની ગંભીરતા ઓછી કરી શકેઃ કમ્યુનિટી ફેલાવો વધવાથી લોકોના પ્રાણ પર ઓછો ખતરો

નવી દિલ્હી,તા. ૨૦: કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટે આખી દુનિયામાં તબાહી મચાવી છે. ભારત, અમેરિકા, બ્રિટન સહિતના મોટા દેશની હાલત ખરાબ થઈ છે. આ દરમિયાન દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ ઓમિક્રોન સંક્રમણ પર એક મોટો દાવો કરતા જણાવ્યું કે ભવિષ્યમાં ઓમિક્રોન વેરિયન્ટ કોરોના સંક્રમણની ગંભીરતા ઘટાડી દેશે. આવી સ્થિતિમાં કમ્યુનિટી સ્તરે સંક્રમણ વધવાથી વ્યકિતના પ્રાણ પર ઓછો ખતરો રહેતો હોય છે.

આફ્રિકી વૈજ્ઞાનિકોએ એવું જણાવ્યું કે તેમની સ્ટડી પહેલા થયેલી સ્ટડી સાથે મેચ થાય છે. આફ્રિકા હેલ્થ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના સંશોધકોએ ઓમિક્રોનથી સંક્રમિત ૨૩ લોકોના સેમ્પલમાં જોયું કે ઓમિક્રોન ડેલ્ટાથી પેદા થયેલી ઈમ્યુનિટીને માત આપી શકે છે. ભવિષ્યમાં ઓમિક્રોન આફત નહીં પણ વરદાન બની જશે.

સ્ટડી કરનાર વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે ઓમિક્રોન ડેલ્ટા કરતા ઓછો રોગજન્ય છે. તેથી ભવિષ્યમાં તે કોરોનાની અસરને ખતમ કરી શકે છે તે સંક્રમિત વ્યકિત તથા કમ્યુનિટી સ્તર ઓછો હાનિકારક બનશે.

વિશ્વ આરોગ્ય સંગઠનના ચીફ ટેડ્રોસ અધોનમે ચેતવણી આપી છે કે કોરોના મહામારી હજુ ખતમ થઈ નથી અને ઓમિક્રોનને પગલે દુનિયામાં બીજા વાયરસ આવી શકે છે.

નિષ્ણાંતો મુજબ, ઓમિક્રોન વેરિએન્ટ વધુ ખતરનાક નથી. જો કે આપણે સાવચેતીના પગલા લેવાના બંધ ના કરવા જોઈએ અને કોવિડ-૧૯ પ્રોટોકોલનું પાલન કરતા રહેવુ જોઈએ. દેશમાં નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ કોમ્યુનિકેબલ ડિજીજના નેતૃત્વમાં દક્ષિણ આફ્રિકાના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે જે લોકોએ રસી મુકાવી નથી અને કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થયા હતા. તેઓ પણ ગંભીર રીતે બિમાર થયા નથી. આ અભ્યાસ એવા સમયે સામે આવ્યો છે, જયારે ઓમિક્રોન દેશ સહિત વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. તુષાર તાયલે કહ્યું કે આ વેરિએન્ટ દેશમાં ત્રીજી લહેર તરફ લઇ જશે કે નહીં. પરંતુ હું કહીશ કે છેલ્લાં બે અઠવાડિયામાં કેસના વધારાની સાથે અમે હવે તેને જોઈ રહ્યાં છે. પરંતુ બીજી લહેરની તુલનામાં આ વખતે ઓછા લોકો હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યાં છે.

(10:03 am IST)