Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ઉમેદવારો એક કપ ચા માટે રૂ. ૬, નાસ્તા માટે રૂ.૩૭થી વધુ ખર્ચ કરી શકશે નહીં

ઉ.પ્ર. ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચની રકમ નક્કી કરાઇ : ૪ પુરી -૧ મીઠાઇ સાથે નાસ્તાના રૂ.૩૭: હારના રૂ.૧૬, ઢોલના રૂ.૧૫૭૫ : ચૂંટણી અધિકારીએ સેવાઓ અને વસ્તુઓ માટેના ભાવનો ચાર્ટ જારી કર્યો

લખનઉ, તા.૨૦: આગામી ઉત્ત્।ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારો મહત્તમ મર્યાદાથી વધારે ખર્ચ કરી શકશે નહીં. તેમના દ્વારા ચૂંટણી કાર્યાલયથી લઇને જનસભામાં () ખર્ચ પર વહીવટી તંત્રની કડી નજર રહેશે. આ માટે  જિલ્લા ચૂંટણી અધિકારી(ડીઇઓ) લખનઉએ સેવાઓ અને વસ્તુઓ માટેના ભાવનો  ચાર્ટ જારી કર્યો છે.

ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા નાસ્તો અને ભોજન કરાવવામાં આવે છે જેનો ભાવ પણ નક્કી કરવામાં આવ્યો છે. એક ઉમેદવાર ચાર પુરી અને એક મિઠાઇના નાસ્તા માટે ૩૭ રૂપિયા પ્રતિ પ્લેટ અને એક સમોસા અને એક કપ ચા માટે ૬-૬ રૂપિયાનો ખર્ચ કરી શકશે.

આવી જ રીતે ઉમેદવાર ૧૬ રૂપિયા પ્રતિ મીટરના ભાવથી ફૂલોની માળા ખરીદી શકશે અને ચૂંટણી પ્રચાર માટે ત્રણ ડ્રમર પ્રતિ દિવસ ૧૫૭૫ રૂપિયાના ભાડા પર લઇ શકશે. જો કે મિનરલ વોટરની બોટલ એમઆરપી રેટ પર ખરીદી શકશે.

જિલ્લા ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારો વાહનનો ઉપયોગ કરી શકશે જે ચૂંટણી ખર્ચમા આવે છે. ખર્ચની સમીક્ષા કરવા માટે વાહનોના ભાવ પ્રતિ કિમીના હિસાબથી નક્કી કરવામાં આવ્યા છે.

બીએમડબ્લ્યુ અને મર્સિડીઝ જેવી લકઝરી કારોનું ભાડું પ્રતિ દિવસ ૨૧,૦૦૦ રૂપિયા અને એસયુવી મિત્સુબિશી પજેરો સ્પોર્ટ કારોનું ભાડું પ્રતિ દિવસ ૧૨,૬૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઇનોવા, ફોર્ચ્યુનર, કવાલિસ જેવી એસયુવી કારોનું ભાડું ૨૩૧૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.

(10:02 am IST)