Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

સ્માર્ટફોન માર્કેટમાં ભારતીય બ્રાન્ડનો હિસ્સો માત્ર એક ટકા

ભારતીય મોબાઈલ બજારમાં ચીનનો દબદબો : ૨૦૧૫માં આ માર્કેટમાં ભારતની બ્રાન્ડનો હિસ્સો ૬૮ ટકા હતો, જ્યારે ચાઈનિઝ કંપનીઓનો ફાળો ૩૨ ટકા હતો

નવી દિલ્હી, તા.૧૯ : સરકારના ભરપૂર પ્રયત્નો પછી પણ ભારતના મોબાઈલ માર્કેટમાં ચાઈનિઝ બ્રાન્ડનો દબદબો કાયમ થઈ ગયો છે.

છેલ્લા છ વર્ષમાં ભારતીય બ્રાન્ડનો સ્માર્ટફોન માર્કેટમાં હિસ્સો સમેટાઈને માત્ર એક ટકા પર રહી ગયો છે.૨૦૧૫માં આ માર્કેટમાં ભારતની બ્રાન્ડનો હિસ્સો ૬૮ ટકા હતો.જ્યારે ચાઈનિઝ કંપનીઓનો ફાળો ૩૨ ટકા હતો.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ભારતીય બ્રાન્ડ જ નહીં પણ સેમસંગને પણ ભારતમાં ચીનની કંપનીઓની સ્પર્ધા પાછળ પાડી રહી છે.ભારતના સ્માર્ટફોન માર્કેટમાં સેમસંગની હિસ્સેદારી ૨૪ ટકાથી ઘટીને ૧૭ ટકા થઈ ગઈ છે.તેની સામે ચીનની રિયલમી અને વન પ્લસ જેવી બ્રાન્ડ ઝડપથી ઉપર જઈ રહી છે.

આજે ભારતના સ્માર્ટફોન માર્કેટમાં ૯૯ ટકા શેર ચીનની કંપનીઓનો થઈ ગોય છે.ઓછી કિંમત અને વધારે સારા સ્પેશિફિકેન્સના કારણે ભારતના મોબાઈલ ધારકોમાં ચીનની કંપનીઓના ફોનનુ ચલણ વધી રહ્યુ છે.

જોકે આ પ્રકારની નીતિના કારણે ચાઈનીઝ કંપનીઓને નુકસાન થઈ રહ્યુ છે.આમ છતા તેઓ પાછી હટવા માટે તૈયાર નથી.જેમ કે ૨૦૨૦માં ઓપોએ ૨૦૦૦ કરોડનો અને વીવોએ ૩૦૦ કરોડનો લોસ કર્યો હતો.

ચીન સાથેના તનાવ વચ્ચે થોડા સમય પહેલા ભારતમાં લોકોએ ચીનની કંપનીઓનો બોયકોટ શરુ કર્યો હતો. પણ તેનાથી કોઈ ખાસ ફરક પડ્યો નથી.હવે તો એવી સ્થિતિ છે કે, ભારતીય લોકોએ ચીની કંપનીઓનો બોયકોટ પણ કરવો હોય તો બહુ ઓછા વિકલ્પ તેમની પાસે મોજુદ છે.

 

(12:00 am IST)