Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

બાંગ્લાદેશની અભિનેત્રી રાઈમા ઈસ્લામાની તેના પતિએ હત્યા કરી

અભિનેત્રીની લાશ કોથળામાં એક પુલ પાસેથી મળી : રાઈમાની હત્યા તેના પતિ શેખાવલત અલીમ નોબેલ અને તેના મિત્રએ કરી, તેમણે પૂછપરછમાં ગુનો કબૂલ્યો છે

ઢાકા, તા.૧૯ : બાંગ્લાદેશની જાણીતી એક્ટ્રેસ રાઈમા ઈસ્લામ તાજેતરમાં ગૂમ થઈ હતી. હવે તેની લાશ એક કોથળામાં પુલ પાસે મળી આવી છે.રાઈમાની હત્યાના મામલામાં પોલીસે તેના પતિની ધરપકડ કરી છે. મળતી વિગતો પ્રમાણે ૧૭ જાન્યુઆરીએ ઢાકામાં એક પુલ પાસે કોથળો મળી આવ્યો હતો અને તેમાંથી રાઈમાની લાશ મળી હતી.સ્થાનિક લોકોએ આ બાબતે પોલીસને જાણ કરી હતી.

મૃતદેહ પર ઈજાના નિશાન જોઈને જ ખબર પડી ગઈ હતી કે, તેની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે.તેની લાશને બાદમાં કોથળામાં ભરીને ફેંકી દેવામાં આવી હતી. દરમિયાન પોલીસનુ કહેવુ છે કે, રાઈમાની હત્યા તેના પતિ શેખાવલત અલીમ નોબેલ અને તેના મિત્ર અબ્દુલ્લા ફરહાદે કરી છે.તેમણે પૂછપરછમાં પોતાનો ગુનો કબૂલ્યો છે.તેમને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવાનો કોર્ટે હુકમ કર્યો છે.

(12:00 am IST)