Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

બિહારમાં ગોપાલગંજ જિલ્લામાં: મોટી દુર્ઘટના: ગંડક નદીમાં એક નાવ પલટી મારી જતા ૨૪ ખેડૂતો ડૂબી ગયાનો ભય: ૩ મૃતદેહ બહાર કઢાયા

૨૪ ખેડૂતો નદી પાર કરીને ખેતી કરવા માટે જઈ રહ્યા હતા. નદીની વચ્ચે જ નાવ પલ્ટી ખાઈ જતા તેઓ ડૂબી ગયા હોવાનો ભય છે. નાવ પરના એક વ્યક્તિ જીવ બચાવવા કુદી પડેલ અને તરીને કિનારે પહોંચ્યો હતો. આ બોટ પર એક ટ્રેકટર પણ હતુ. નદીના પ્રવાહમાં બોટ વધારે પડતુ વજન સહન કરી શકી નહોતી અને પલટી ખાઈ ગઈ હતી.

(12:00 am IST)