Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

મૌલાના તૌકીર રઝા ખાંએ બાટલા-હાઉસ એન્કાઉન્ટરને 'ફેક એન્કાઉન્ટર' ગણાવતા કહ્યું- શહીદનો દરજ્જો આપો

આલા હઝરત બરેલી શરીફના મૌલાના તૌકીર રઝા ખાંએ મોટું વિવાદાસ્પદ નિવેદન આપ્યું

લખનૌ :આલા હઝરત બરેલી શરીફના મૌલાના તૌકીર રઝા ખાંએ બાટલા-હાઉસ એન્કાઉન્ટરને 'ફેક એન્કાઉન્ટર' ગણાવતા કહ્યું હતું કે, ત્યાં થયેલા સામસામા ગોળીબારોમાં માર્યા ગયેલાઓ આતંકવાદીઓ ન હતા તેથી તેઓને શહીદનો દરજ્જો જ આપવો જોઈએ.

આવા વિવાદાસ્પદ વિધાનો કર્યા હતા તૌકીર રઝા ખાંએ આજે અહીં (લખનૌ)માં બીજું ધડાકાબંધ તેવું વિવાદાસ્પદ વિધાન તો તે કર્યું હતું કે, તે સામસામા થયેલા ગોળીબારોમાં ઇન્સ્પેક્ટર મહેશચંદ્ર શર્મા માર્યો ગયો ન હતો પરંતુ પોલીસવાળાઓએ જ તેની હત્યા કરી હતી.

આ સાથે તૌકીરએ તેમ પણ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ તેમને વચન આપ્યું હતું કે ૨૦૦૯માં તેમની સરકાર બનતા જ સૌથી પહેલાં આ મુઠભેડ અંગે તપાસ હાથ ધરવામાં આવશે પરંતુ કોંગ્રેેેસે તેમ કર્યું ન હતું.

આલા હઝરત બરેલી શરીફના આ મૌલાનાએ કહ્યું કે, મેં કોંગ્રેસના નેતાઓને જણાવ્યું હતું કે, તે મુઠભેડમાં માર્યા ગયેલા તમામ યુવાનોને શહીદનો દરજ્જો આપવો જોઈએ. ત્યારે કોંગ્રેસને પોલીસવાળાઓના મનોબળની ચિંતા હતી મુસલમાનોના મનોબળની નહીં.

તૌકીર રઝા ખાંના આવા વિવાદાસ્પદ વિધાનો કરનાર તૌકીર રઝા ખાં આમ છતાં કોંગ્રેસને તો ટેકો આપી જ રહ્યા છે.

મૌલાના તૌકીર રઝા ખાંના આ નિવેદન અંગે ઉગ્ર ટીકા કરતા નિરીક્ષકો કહે છે કે, હજી ગઈકાલે જ ભારતે યુનોની સમિતિમાં જણાવ્યું હતુ કે, 'પાકિસ્તાન તો, મુંબઈ બ્લાસ્ટના દોષીઓને ૫-જીાચિ ' સર્વિસ આપી રહ્યું હતું અને આપી રહ્યું છે પણ ખરૃં. જો આ યાદ રાખીએ તો આલા હઝરત બરેલી શરીફના મૌલાના તૌકીર રઝા ખાંના વિધાનો લગભગ પાકિસ્તાનના વલણને સમજાવી જતા હોય તેવું લાગે છે, આંતકી પ્રવૃત્તિને આડકતરી રીતે ટેકો આપે છે તે સ્પષ્ટ થઈ ગયું છે.

પાકિસ્તાનની વાત છોડો તે તો વૈશ્વિક આતંકવાદનું ઉદ્ગમ સ્થાન છે પરંતુ ભારતમાં પણ આ મૌલાના જેવા છે જેઓ આતંકીઓને પણ શહીદ ગણવાનું કહી રહ્યા છે.

આ તૌકીર રઝા ખાં કોણ છે ?

- આ તૌકીર રઝા ખાં એક રાજકારણી છે અને ઉ.પ્ર.ના આલા હઝરત બરેલી શરીફનો ઇસ્લામિક ધર્મગુરુ છે. તે સુન્ની મુસ્લિમ પંથના બરેલવી સેક્ટનો ધાર્મિક નેતા છે અને ઇત્તેહાદ-એ- મિલ્લત કાઉન્સિલ નામના રાજકીય પક્ષનો સ્થાપક છે. તે બરેલીવી આંદોલનના સ્થાપક અહમદ રઝા ખાનનો પ્રપૌત્ર છે, અને ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (જીદેદ)નો વડો છે તે પૂર્વે તે મૂળ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો સભ્ય હતો પરંતુ દેવબંધી મુસ્લિમો પ્રત્યે ભેદભાવ રખાતા હોવાનો આક્ષેપ કરીને તેમાંથી છૂટો પડી ગયો હતો.

આ તૌકીર રઝા ખાં હંમેશા વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે. તેણે બાંગ્લાદેશના તસ્લીમા નસરીન વિષે કરેલા વિધાનો વિવાદાસ્પદ બની રહ્યા છે. તેણે કહ્યું હતું કે, તેના પુસ્તક ('લજ્જા')ની નકલો બાળી નખાય તો જ તેને ભારતમાં આવવા દેવી જોઈએ.

બરેલીમાં ૨૦૧૦માં હિન્દુ મુસ્લિમ રમખાણો થયા ત્યારે તેની ધરપકડ પણ કરાઈ હતી તે પછી મુસ્લિમોએ તેની મુક્તિ અંગે માગણી કરી હિન્દુઓએ તેનો વિરોધ કર્યો હતો. છેવટે તે મુક્ત થયો.

(12:58 am IST)