Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ભારતે યુનોમાં પાકિસ્તાનને ઔકાત બતાવી :કહ્યું આતંકીઓને રાજકીય સુરક્ષા સાથે પાક,માં 5જી સર્વિસ માણતા જોવા મળે છે

ગુરૃમૂર્તિએ કહ્યું-'આતંકવાદ અને આંતરરાષ્ટ્રીય સંગઠિત અપરાધ વચ્ચેના સંબંધો પૂર્ણત: સમજવા જ જોઈએ

યુનો : યુનોમાં ભારતે પાકિસ્તાનને ખરેખરી સંભળાવી દીધી છે. મંગળવાર તા. ૧૮ જાન્યુઆરીએ યુનો દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ કાઉન્ટર ટેરરિઝમ કોન્ફરન્સ- ૨૦૨૨માં બોલતા ભારતના પ્રતિનિધિ ટી.એસ.ગુરૃમૂર્તિએ કહ્યું હતું કે: 'આતંકવાદ અને આંતરરાષ્ટ્રીય સંગઠિત અપરાધ વચ્ચેના સંબંધો પૂર્ણત: સમજવા જ જોઈએ પાકિસ્તાને ૧૯૯૩ના મુંબઈ ધડાકાઓ માટે જવાબદાર ક્રાઇમ સીન્ડીકેટને માત્ર રાજકીય સુરક્ષા જ નથી આપી પરંતુ તેમને ૫ જીાચિ સર્વિસનો આનંદ લેતા પણ જોવા મળ્યા છે.'

ઑગસ્ટ- ૨૦૨૦માં પાકિસ્તાને પહેલી જ વાર પોતાના દેશમાં દાઉદ ઇબ્રાહીમ હોવાનો સ્વીકાર કર્યો હતો. વાસ્તવમાં ત્યાંની સરકારે ૮૮ જેટલા પ્રતિબંધિત આતંકી જૂથો અને તેના નેતાઓ ઉપર વ્યાપક પ્રતિબંધો મૂક્યા હોવાનું જાહેર કર્યું હતું. જેમાં ભારતે આતંકી તરીકે જાહેર કરેલા અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનું નામ પણ સામેલ હતું.

આ સંદર્ભે ભારતના યુનો સ્થિત કાયમી પ્રતિનિધિ તિરૃમૂર્તિએ કહ્યું હતું કે, 'આતંકવાદ દૂર કરવા માટેના નિર્ણયો હકીકત કેન્દ્રીત, ઝડપી, વિશ્વસનીય અને નજરે જોનાર સાક્ષી આધારિત હોવા જોઈએ, નહીં કે રાજકીય કે ધાર્મિક ગણતરીઓ આધારિત.'

નિરીક્ષકોના મતે ભારત ગમે તેટલા ધમપછાડા કરે તો પણ પાકિસ્તાન સુધરે તેમ જ નથી કારણ કે ભારતના વિરોધ ઉપર જ તેનું અસ્તિત્વ ટક્યું છે. તે ભારતે સીધા યુદ્ધમાં તો પરાજિત કરી શકે તેમ જ નથી તેથી આ ભારતને રક્ત રંજિત કરી નિર્બળ બનાવવા માંગે છે જે કદી બનવાનું જ નથી.

મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ કે મુંબઈની તાજ હોટલ ઉપરના હુમલા દ્વારા તે દુનિયા સમક્ષ ભારતની નિષ્ક્રિયતા અને નિર્બળતા દર્શાવવા માંગતું હતું. મુંબઈમાં હૉટેલ તાજ ઉપર કરાયેલા હુમલા સમયે તો તેણે આતંકીને એમ જ કહ્યું હતું કે તમારે તો ત્યાં રહેલા અબજોપતિઓને ડરાવી ઢગલાબંધ પૈસા એકઠા કરી પાકિસ્તાનનો જયજયકાર કરતા પાછા જ આવવાનું છે. તમારું જનતા દ્વારા ખુલ્લેઆમ સ્વાગત કરાશે પરંતુ પાક.ની તે નાપાક યોજના સફળ થઈ નહીં.

પહેલા મુંબઈ પોલીસે અને પછી રાષ્ટ્રીય સુરક્ષા દળે કટ્ટર સામનો કરી લગભગ દરેક આતંકીને ઠાર માર્યા હતા તેમાં કસાબ પકડાઈ ગયો અને તેની જુબાની પરથી જ આ હુમલામાં પાકિસ્તાનનો જ હાથ છે તે સાબિત થઈ ગયું છતાં બેશરમ પાકિસ્તાન સતત કહેતું રહ્યું કે, અમો તે માટે જરા પણ જવાબદાર નથી.

(12:55 am IST)