Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

વિધાનસભાની ચૂંટણી પહેલા ઈવીએમને પડકારતી જાહેરહિતની અરજી:સુપ્રીમકોર્ટની સુનાવણી માટે મંજૂરી

EVMના ઉપયોગને દેશના બંધારણના ઉલ્લંઘન તરીકે ગણી પડકાર :અરજીમાં ચુંટણીમાં ફરીથી મતપત્રકનો ઉપયોગ કરવાની હિમાયત કરાઈ

નવી દિલ્હી :ભારતમાં ચુંટણીમાં મતદાન માટે મતપત્રકના બદલે ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ મશીનના ઉપયોગને પડકારતી એક જાહેર હિતની અરજીના કેસની સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટે મંજુરી આપી છે. આ અરજીમાં ચુંટણીમાં ફરીથી મતપત્રકનો ઉપયોગ કરવાની હિમાયત કરવામાં આવી છે.

એમ એલ શર્મા નામના સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટે વ્યક્તિગત રીતે કરેલી અરજીમાં ચુંટણીમાં EVMના ઉપયોગને દેશના બંધારણના ઉલ્લંઘન તરીકે ગણી પડકારવામાં આવી છે.

દેશમાં ચૂંટણી અને મતદાન માટે રીપ્રેઝેન્ટેશ ઓફ પીપલ્સ એક્ટ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ કાયદાનો અમલ સંસદમાં મંજુરી બાદ કરવામાં આવી રહ્યો છે. એડવોકેટ શર્માની એવી દલીલ છે કે EVMના ઉપયોગની જોગવાઈ કલમ 61A હેઠળ આવે છે અને તેમાં મતપત્રકના બદલે મશીનનો ઉપયોગ કરવો જોઈએ એવો જે સુધારો કરવામાં આવ્યો તેને સંસદની મંજુરી મળી નથી તેથી તે ગેરબંધારણીય છે. આજે આ અરજી ચીફ જસ્ટીસ એનવી રામન્ના સ્મ્સ્ખા મુકતા તેમણે કેસની સુનાવણી થવી જોઈએ એવી મંજુરી આપી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષથી EVM મશીનમાં મતદાન બાદ ચેડાં થાય છે, તેમાં હેકિંગ શક્ય છે અને તેના આધારે મતદાન પછી પણ પરિણામ બદલી શકાય છે એવા આક્ષેપ વિવિધ રાજકીય પક્ષો કરી રહ્યા છે પણ ચૂંટણી પંચે હમેશા એવું વલણ અપનાવ્યું છે એકે EVM થકી થતી ચૂંટણી સંપૂર્ણ નિષ્પક્ષ છે અને તેમાં ચેડાં કે હેકિંગનો કોઈ અવકાશ નથી.

(12:29 am IST)