Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ગોવામાં કોંગ્રેસ વિરુદ્ધ શિવસેના-એનસીપી લડશે ચૂંટણી : ગુરુવારે જાહેર કરાશે ઉમેદવારોની યાદી

મહારાષ્ટ્રમાં સાથે મળીને સરકાર બનાવનારી શિવસેના-એનસીપી હવે ગોવામાં કોંગ્રેસની વિરૂદ્ધ ચૂંટણી લડશે

મુંબઈ :મહારાષ્ટ્રમાં સાથે મળીને સરકાર બનાવનારી શિવસેના-એનસીપી હવે ગોવામાં કોંગ્રેસની વિરૂદ્ધ ચૂંટણી લડશે. શિવસેના અને એનસીપીએ ગોવામાં ગઠબંધનનું એલાન કર્યું. એનસીપી નેતા પ્રફુલ પટેલ અને શિવસેનાના નેતા સંજય રાઊતે આ વાતની જાણકારી આપી હતી

સંજય રાઉતે કહ્યું કે ગોવામાં એનસીપી અને શિવસેના એક સાથે મળીને ચૂંટણી લડશે.અમે આ અંગે કોંગ્રેસની સાથે ચર્ચા કરી હતી પરંતુ કોઈ પરિણામ ન આવ્યું. અમે ગોવામાં મહાવિકાસ અઘાડીની જેમ ગઠબંધન ઈચ્છતા હતા. જો કોંગ્રેસને લાગે છે કે તેને એકલા હાથે બહુમતી મળી શકે છે તો અમારી શુભકામના તેમની સાથે છે.

આ તકે પ્રફુલ પટેલે જણાવ્યું કે અમે કોંગ્રેસને સાથે મળીને ચૂંટણી લડવાનો પ્રસ્તાવ આપ્યો હતો પરંતુ તે વ્યર્થ રહ્યો. ન તો કોંગ્રેસે હા પાડી કે ન તો તેમણે ઈન્કાર કર્યો. હવે શિવસેના અને એનસીપી ગોવાની અમુક બેઠકો પર સાથે મળીને ચૂંટણી લડશે. ગુરૂવારે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવશે.

(12:26 am IST)