Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ચીનનું ફરી ઊંબાડિયું: ભારતીય સરહદમાંથી અરુણાચલના કિશોરને ઉપાડી ગયા: છોડાવવા પ્રયાસ ચાલુ: પરચો બતાવવો જરૂરી

ચીને ફરી એકવાર નીચતા દાખવી છે. આરોપ છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ ભારતીય સરહદમાં ઘૂસીને એક કિશોરનુંનું અપહરણ કર્યું છે.  સરહદ પર અરુણાચલ પ્રદેશના અપ્પર્સિયાંગ જિલ્લામાંથી ૧૭ વર્ષના છોકરાનું અપહરણ કરવાનો આરોપ છે.  બુધવારે પ્રશાસને ભારતીય સરહદેથી છોકરાના અપહરણની જાણકારી આપી છે.  અપહરણ કરાયેલા છોકરાનું નામ મીરામ તારોન જણાવવામાં આવી રહ્યું છે.  મીરામ તારોન જીડો ગામનો રહેવાસી છે. તેને છોડાવવા પ્રયાસો ચાલુ છે.

જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે મીરામનું મંગળવારે અપહરણ કરવામાં આવ્યું હતું.  મીરામ તારોન બંને દેશોની સરહદ નજીક શિકાર કરી રહ્યો હતો.  તે જ સમયે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.  જિલ્લાના ડેપ્યુટી કમિશનર શાસ્વત સૌરભે કહ્યું, “યુવક સ્થાનિક શિકારીઓની ટીમનો ભાગ હતો.  અમને જૂથના અન્ય સભ્યો પાસેથી માહિતી મળી છે કે તેનું ભારતીય સરહદની અંદરથી ચીનના પીએલએ સૈનિકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે.  ડેપ્યુટી કમિશનરે કહ્યું, 'આ મામલાની અમને જાણ થતાં જ અમે તે વિસ્તારમાં હાજર ભારતીય સેનાને જાણ કરી દીધી છે.  છોકરાને વહેલી તકે બચાવવાના પ્રયાસો ચાલુ છે.

(11:57 pm IST)