Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ભારતનો દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ વનડે માં 31 રને ભારતનો પરાજય

શિખર ધવન અને વિરાટ કોહલીની અડધી સદી એળે ગઈ: 297 રનના ટાર્ગેટ સામે ટીમ ઇન્ડિયા આઠ વિકેટ ગુમાવી 265 રન જ બનાવી શકી

મુંબઈ : ટેસ્ટ શ્રેણીમાં મળેલી હાર બાદ ભારતીય ટીમ પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ફોર્મેટ બદલાયા બાદ તે પોતાની રમતમાં બદલાવ લાવશે, જોકે એવું થયું નથી. ભારતની મજબૂત ટીમે બોલેન્ડ પાર્ક ખાતે દક્ષિણ આફ્રિકા સામે પરાજય આપ્યો. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં 296 રનનો જંગી સ્કોર બનાવ્યો, જેના જવાબમાં ભારતીય ટીમ લક્ષ્યથી ઘણી દૂર રહી. હતી 297 રનના ટાર્ગેટ સામે ટીમ ઇન્ડિયા આઠ વિકેટ ગુમાવી 265 રન જ બનાવી શકી

 શિખર ધવન અને વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હોવાથી ટીમને થોડી આશા હતી, પરંતુ આ બંનેના આઉટ થતા જ ભારતનો પડકાર ખતમ થઈ ગયો હતો. શિખર ધવને 79 રન અને વિરાટ કોહલીએ 51 રન બનાવ્યા હતા. અંતમાં શાર્દુલ ઠાકુરે પણ અણનમ અડધી સદી ફટકારી હતી પરંતુ તે ટીમની હાર ટાળી શક્યો નહોતો.

પ્રથમ વન-ડેમાં સાઉથ આફ્રિકાએ ભારતને જીતવા માટે 297 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં ચાર વિકેટ પર 296 રન ફટકાર્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી કેપ્ટન તેમ્બા બવૂમા અને રાસી વેન ડેર ડુસેને સદી ફટકારી હતી. ડુસેને અણનમ 129 રન ફટકાર્યા હતા. બંન્ને વચ્ચે ચોથી વિકેટ માટે 204 રનની ભાગીદારી કરી હતી. ભારત તરફથી બુમરાહે બે અને અશ્વિને એક વિકેટ ઝડપી હતી.

(12:00 am IST)