Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

ચીનના બિઝનેશમેન જેક મા રહસ્‍યમય રીતે ગુમ થયા બાદ સામાજીક કલ્‍યાણના કાર્યક્રમમાં દેખાયા

ચીનના બિઝનેશમેન જેક મા રહસ્યમય રીતે લાપતા થયાના બે મહિના બાદ અચાનક એમનો એક વીડિયો સામે આવ્યો છે. ચીની ઈ-કૉમર્સ કંપની અલીબાબાના ફાઉન્ડર જેક માનો આ વીડિયો ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયો લિંકના માધ્યમથી જેક મા બુધવારે ગ્રામીણ-શિક્ષણ થીમ આધારિત સામાજિક કલ્યાણના કાર્યક્રમમાં સામેલ થયા હતા.

જણાવી દઈએ કે, તાજેતરમાં સમાચાર સામે આવ્યા હતા કે, જેક માની છેલ્લા બે મહિનાથી કોઈ ખબર નથી. આ હાઈપ્રોફાઈલ બિઝનેસમેનને છેલ્લા 2 મહિનાથી કોઈએ જોયા નથી. જેક માના ગૂમ થવા પર એટલા માટે પણ પ્રશ્નો ઉઠી રહ્યાં છે, કારણ કે તેમણે ઑક્ટોબરમાં ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીની નીતિઓ વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો હતો.

જેક માએ 24 ઓક્ટોબરે શાંઘહાઈમાં એક સ્પીચ આપી હતી. જેનો ખૂબ જ વિવાદ થયો હતો. જેમાં જેક માએ ચીનની રેગ્યુલેશન સિસ્ટમનો વિરોધ કર્યો હતો. તેમણે સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, ચીનની રેગ્યુલેશન સિસ્ટમના કારણે નવી શોધ નથી થઈ રહી. આપણે ભાવિ પેઢી અને યુવાઓ માટે એક નવી સિસ્ટમ તૈયાર કરવી પડશે.

(5:36 pm IST)