Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

હવે બોલ દિલ્હી પોલીસની કોર્ટમાં

ટ્રેકટર રેલી ઉપર પ્રતિબંધનો સુપ્રિમનો ઇન્કાર

સુપ્રિમ કોર્ટે દખલ દેવા ઇન્કાર કર્યો : દિલ્હી પોલીસ ઉપર નિર્ણય છોડયો

નવી દિલ્હી તા. ૨૦ : ગણતંત્ર દિવસ પર ખેડૂતો દ્વારા ટ્રેકટર રેલી યોજવા અંગે આજે ફરી સુપ્રીમમાં સુનાવણી થઇ. સુપ્રીમ કોર્ટે આ વિવાદમાં દખલ આપવાનો ઇન્કાર કર્યો છે અને કહ્યું છે કે દિલ્હી પોલીસ જ તેના પર મંજુરી આપી શકે છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ દ્વારા સતત કમીટી પર ઉઠી રહેલા સવાલો પર નારાજગી વ્યકત કરી છે.

ખેડૂતોની ગણતંત્ર દિવસ પર થનારી ટ્રેકટર રેલીને લઈને દિલ્હી પોલીસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનવણી ચાલુ છે. આ દરમિયાન કોર્ટે એકવાર ફરી વાગોળ્યું તે રેલીને લઈને નિર્ણય દિલ્હી પોલીસ કરશે. ન્યાયાલયે કેન્દ્ર સરકારની ટ્રેકટર રેલીને લઈને અરજી પાછી લેવાને લઈને પુછ્યું. એ બાદ કેન્દ્ર સરકારે અરજી પાછી લઈ લીધી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસની આ અરજીને પરત ખેંચી લેવા માટે પણ સહમતી દર્શાવી.આ સાથે કોર્ટે ગઈ વખતની જેમ કહ્યું કે સરકાર પાસે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સંપૂર્ણ સત્તા છે, અમે આ મામલે દખલ કરીશું નહીં.

ચીફ જસ્ટીશ એસ એ બોબડેએ કહ્યું કે દિલ્હીમાં પ્રવેશનો મામલો કાયદાની વ્યવસ્થા સાથે જોડાયેલો છે અને પોલીસ આના પર નિર્ણય કરશે. ટ્રેકટર રેલી હશે કે નહીં તે પોલીસે નક્કી કરવાનું રહેશે. અમે આદેશ ન કરી શકીએ. આ નિર્ણય લેવાનો અધિકાર દિલ્હી પોલીસની પાસે છે.

ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદાની વિરુદ્ઘ ખેડૂતો છેલ્લા ૫૬ દિવસથી સતત કડકડતી ઠંડીમાં દિલ્હીની બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ૨૬ જાન્યુઆરીએ આ ખેડૂતો દિલ્હીમાં ટ્રેકટર રેલી કાઢવાની તૈયારીમાં છે. ગણતંત્ર દિવસના પ્રસંગે ખેડૂતોની થનારી ટ્રેકટર રેલીના વિરોધમાં દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.આ અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડેના વડપણ હેઠળની ખંડપીઠ કરી રહી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે આ રાજકીય મુદ્દો છે, અમે આ અંગે કોઈ આદેશ ન આપી શકીએ. ઉપરાંત આ ખેડૂતોનો મુદ્દો છે, જે કોર્ટમાં નક્કી ના થઈ શકે.

સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસની આ અરજીને પરત ખેંચી લેવા માટે પણ સહમતી દર્શાવી.આ સાથે કોર્ટે ગઈ વખતની જેમ કહ્યું કે સરકાર પાસે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સંપૂર્ણ સત્તા છે, અમે આ મામલે દખલ કરીશું નહીં.

(3:48 pm IST)