Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

અમેરિકન નાગરિકતાને લઈને બાયડન લાવી રહ્યા છે નવો કાયદો : ૬.૫૦ લાખ ભારતીયોને થશે મદદરૂપ

વોશિંગ્ટન તા. ૨૦ : અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન પોતાના એડમિનિસ્ટ્રેશનના પહેલા દિવસે અપ્રવાસ ખરડો રજુ કરી શકે છે. જેમાં ૧.૧૦ કરોડ લોકોને ૮ વર્ષમાં અમેરિકન નાગરિકતા મેળવવામાં મદદ મળશે. આ વ્યવસ્થામાં અમેરિકામાં અયોગ્ય રીતે રહી રહેલા લોકોનો સમાવેશ થશે. તેમનો આ નવો કાયદો હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગત ૪થી લાગૂ કરવામાં આવેલી નીતિયોની ઉલટો છે.

ટ્રમ્પે નાગરિકતા માટે સતત નવા પ્રતિબંધ લગાવ્યા. મોટા સ્તરે અમેરિકા આવેલા લોકોના પાછા પણ મોકલ્યા. ત્યારે બાયડનનો આ નિર્ણય તેમના સમર્થનમાં આવેલા અપ્રવાસીઓ માટે મહત્વનો માનવામાં આવી રહ્યો છે. જેમને નાગરિકતા અપાવવાનો તેમણે ચૂંટણી પ્રચાર સમયે વાયદો કર્યો હતો. પૂર્ણ આશંકા છે કે રિપબ્લિકન સાંસદ તેનો વિરોધ કરે કેમ કે તેમાં દેશની સીમાઓની સુરક્ષાને સાઈડ કરવામાં આવી રહી છે. વિરોધ થયો તો બાયડન માટે આ સાંસદમાં પાસ કરાવવું મુશ્કેલી ભર્યુ રહેશે.

સૂત્રોના જણાવ્યાનુંસાર નવા કાયદામાં એક જાન્યુઆરી ૨૦૨૧ સુધી બિનકાયદેસર રીતે રહી રહેલા લોકો જેમને ૫ વર્ષના અસ્થાયી કાયદાનો દરજ્જો મળ્યો છે. જેને ગ્રીન કાર્ડ પણ કહેવાય છે. આ વર્ષોમાં તેમનું બેકગ્રાઉન્ડ તપાસવામાં આવશે. જેને પાસ કરવામાં આવશે. સાથે જો તે તમામ ટેકસ ભરે છે તો બાકી ન્યૂનતમ અનિવાર્યતા પૂરી કરે છે તો તેમને ૩ વર્ષના ન્યૂટ્રલાઈજેશનના સ્ટેપમાં નાંખવામાં આવશે. આ સ્તરમાં તેમને પાક્કી નાગરિકતા આપવાની પ્રક્રિયા શરુ થશે.

અમેરિકામાં દક્ષિણ એશિયાઈ સંગઠનોના જણાવ્યાનુંસાર ૨૦૧૯ સુધી અમેરિકામાં લગભગ ૬.૩૦ લાખ ભારતીય કોઈ કાયદેસરના કાગળ વગર રહેતા હતા. તેમની સંખ્યા ૨૦૧૦ની સરખામણીએ વધી છે. જેમાંથી અનેક ભારતીય કોઈને કોઈ વ્યવસાયમાં લાગેલા છે. તેવામાં બાયડનનો નવો કાયદો તેમને નાગરિકતા મેળવવામાં મદદગાર સાબિત થઈ શકે છે.

અમેરિકામાં પોતાનું ભવિષ્ય અને જીવન જોનારા 'ડ્રીમર્સ'ની કાયદામાં અલગ કેટેગરી હશે. તેમને જલ્દી નાગરિકતા મળશે. જેમાં યુવાનો, બાળકો, ખેડૂતોને અને ખાસ શ્રેણીનું સરંક્ષણ મેળનારા પરંતુ બિનકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસેલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો આ લોકો કોઈ વ્યવસાય સાથે જોડાયેલા છે, સ્કૂલ જાય છે અથવા અન્ય શરતો પૂરી કરે છે તો તેમને તાત્કાલીક ગ્રીન કાર્ડ મળશે.

કાયદામાં અનેક ખામીઓ ગણાવતા કેટલાક વિશેષજ્ઞોએ ચિંતા વ્યકત કરી છે. જેમાં સીમા સુરક્ષાની મજબૂત વ્યવસ્થા નથી. નવા શ્રમિકોને કાર્ય વીઝાની જોગવાઈ નથી. મધ્ય અમેરિકાથી થનારી ઘૂસણખોરી રોકવાની કોઈ રીત નથી. શ્રમિકોના વિકાસ અથવા અંગ્રેજી શીખવાની કોઈ વ્યવસ્થા નથી.

(3:46 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,183 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,10,632 થઇ :એક્ટિવ કેસ 1,90,498 થયા: વધુ 17,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,62,843 થયા :વધુ 132 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,886 થયા access_time 1:13 am IST

  • કોગ્રેસની વકૅ કમીટીની બેઠક ૨૨ જાન્યુઆરીએ ઈન્ટરનેટ થ્રુ મળશે access_time 5:34 pm IST

  • આઇપીએલમાં હરભજન ચેન્નાઇ તરફથી રમતો જોવા નહિ મળે : ભજજીએ ટવીટ કરી જાણકારી આપી કે ચેન્નાઇ સાથે મારો કરાર પૂર્ણ થઇ ગયો છે. આ ટીમ માટે રમવુ એક સુખદ અનુભવ હતો. હું એ યાદગાર પણ હમેંશા યાદ રાખીશ ચેન્નાઇ સુપર કીંગ્સનું મેનેજમેન્ટ સ્ટાફ અને ફેન્સનો આભાર access_time 4:03 pm IST